રાજ્યની મહાપાલિકા-પાલિકાઓમાં આજથી બાંધકામમાં કોમન જીડીસીઆર

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧ર
રાજ્યના શહેરોનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે બાંધકામના નિયમો એકસમાન (કોમન જીડીસીઆર) રહે તેવા રાજ્ય સરકારના નિર્ણયને આજથી અમલમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સરકારનો આ કોમન જીડીસીઆર રાજ્યની તમામ મહાપાલિકાઓ, નગરપાલિકાઓમાં આજથી અમલમાં મૂકવામાં આવ્યો છે. નીતિન પટેલે કહ્યું કે, આ કાયદા હેઠળ અત્યાર સુધી જુદા જુદા જિલ્લામાં અલગ એફએસઆઈ મળતી હતી તેમાં હવે કેટેગરી પાડીને દરેક જિલ્લાને નિશ્ચિત કેટેગરીમાં સમાવી લઈને એફએસઆઈ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુરતમાં ૪પ મીટરથી વધુ પહોળા રોડ પર ૪ની એફએસઆઈ આપવામાં આવશે. એવી જ રીતે ૩૬ મીટરના રસ્તા છે તેના ર૦૦ મીટરના વિસ્તારમાં જે ફાઈનલ પોઈન્ટ અપાતા હશે તેને ૩.૬ એફએસઆઈ આપવામાં આવશે. કચ્છ જેવા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ઊંચા મકાનમાં હાઈરાઈઝ મકાનોને પરવાનગી આપવામાં નથી આવતી. તેમાં જે તફાવતનું પ્રમાણ હતું તે ૪૦ ટકા હતું. કચ્છમાં નગરપાલિકામાં ઘટાડો કરીને કચ્છમાં ક અને ડમાં ૩૦, નાના નગરોમાં ૩પ ટકા કપાત કરવાનો નિર્ણય લવાયો છે. મહાનગરોમાં ૪૦ કપાત થશે. જીડીસીઆર પ્રમાણે જે મળવા પાત્ર એફએસઆઈ હશે તેમાં જે તે બિલ્ડરે વધારાનો ચાર્જ જે થશે તે પાલિકામાં ભરવો પડશે. નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, પાર્કિંગની વ્યવસ્થા પૂરતી હોવી જોઈએ, તેવી રજૂઆત મળી હતી ત્યારે અમે જે નિર્ણય કર્યો છે. તે અનુસાર નીચેનો ગ્રાઉન્ડ ફલોર પાર્કિંગ માટે ખુલ્લો રાખવામાં આવશે. તો એની એફએસઆઈમાં ગણતરી કરવામાં નહીં આવે. તેનો લાભ મકાનમાલિકોને મળશે જે કોમન પ્લોટ આપવામાં આવે છે તેમાં અત્યાર સુધી ૧પ મીટર બાંધકામની પરવાનગી હતી તેમાં હવે પ૦ મીટર બાંધકામની પરવાનગી આપવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks