રમઝાન ઈદની શુભકામના પાઠવતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

અમદાવાદ,તા.૧પ
• આજે રાજ્યના મુસ્લિમ સમાજને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામનાઓ ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ પાઠવી છે.
• રમઝાન ઈદના પવિત્ર અવસર પર ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી. કોહલીએ રાજયના મુસ્લિમ સમાજને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી છે.
• રાજયપાલ એ તેમના શુભ સંદેશમાં કહ્યું છે કે ઈદ એ પ્રેમ-શાંતિ અને સામાજિક સંવાદિતાનું દ્યોતક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પવિત્ર અવસર સૌની જિંદગીમાં સુખ-શાંતિ સમૃધ્ધિ અને ભાઈચારો બની રહે તેવી તેમણે શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મુસ્લીમ સમાજના સૌ નાગરિક ભાઈ-બહેનોને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી વીજય રૂપાણીએ રમઝાન ઈદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે ઈદનો આ તહેવાર સમાજ જીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદ્‌ભાવને વધુ મજબૂત બનાવશે તથા સૌના જીવનમાં સખુ-સમૃદ્ધિની વૃદ્ધિ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts