રક્કામાં અમેરિકાની આગેવાની હેઠળ નવેસરથી કરાયેલ હવાઈ હુમલાઓમાં ૧૮ સીરિયન નાગરિકોનાં મોત

(એજન્સી) રક્કા, તા.૪
દાઈશ તકફીરી ત્રાસવાદી સંગઠન વિરૂદ્ધ લડાઈ લડી રહેલ અમેરિકાની આગેવાની હેઠળના દળોએ નવેસરથી રક્કા ઉપર હવાઈ હુમલાઓ કર્યા છે જે હુમલાઓમાં ડઝનથી વધુ નાગરિકોના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. સીરિયા ઉપર નિગરાની રાખનાર માનવ અધિકાર સંગઠને જણાવ્યું છે કે મંગળવારે ૮ નાગરિકોના મૃત્યુ થયા હતા જ્યારે અમેરિકાના આગેવાની હેઠળના યુદ્ધવિમાનો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકાની આગેવાનીવાળા યુદ્ધવિમાનોએ હકીકા અલ-બયધા પાસે આવેલ શહેર ઉપર બોંબ વર્ષા કરી હતી જે શહેર દમાસ્કસથી ૪પપ કિલોમીટર દૂર આવેલ છે. એક દિવસ પહેલા જ રક્કાના રહેણાંક વિસ્તારોમાં અમેરિકી આગેવાની હેઠળના સૈન્યે હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ૬ પુરૂષો અને ૪ મહિલાઓ સમેત ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા હતા. નિરીક્ષકો જણાવે છે કે પીડિતો સીરિયામાં જ વિસ્થાપિત થયેલ એક જ કુટુંબના સભ્યો હતા. આ કુટુંબ જૂના શહેર પાલમથરાથી આવેલ હતું. બ્રિટન આધારિત એક નિરીક્ષક ગ્રુપે જણાવ્યું હતું કે આ મૃત્યુ સાથે નાગરિકોનો મૃત્યુઆંક ૮૧૬ થાય છે. જેમનું મૃત્યુ હવાઈ હુમલામાં થયું હતું. પમી જૂનથી ર૮ ઓગસ્ટ સુધી કરાયેલ હવાઈ હુમલાઓમાં ૮૧૬ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં ર૦૪ બાળકો અને ૧૩૧ મહિલાઓ પણ સામેલ છે. સીરિયા મંત્રાલયના વિદેશ વિભાગે બે જુદા જુદા પત્રોમાં પત્ર સેક્રેટરી જનરલને લખ્યા છે કે અમેરિકાની આગેવાની હેઠળના દળો યુદ્ધ ગુનાઓ આચરી રહ્યા છે. નાગરિકી વિસ્તારો ઉપર બોંબમારો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવતાની વિરૂદ્ધ છે. જે ગુનાઓ અમેરિકા આચરી રહ્યું છે. સીરિયન મંત્રાલયે લખ્યું છે કે અમેરિકી સેના આંતરરાષ્ટ્રીય રીતે પ્રતિબંધિત જાહેર કરાયેલ સફેદ ફોસ્ફોરસનો ઉપયોગ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks