રામ મંદિર વિવાદ : અસદુદ્દીન ઓવૈસીના મોહન ભાગવત પર પ્રહાર, કહ્યું સંઘ અધ્યક્ષ પોતાને સુપ્રીમ કોર્ટ સમજે છે

નવી દિલ્હી, તા. ૨૪
ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસના અધ્યક્ષ મોહન ભાગવત પર રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે રામ મંદિર બાંધવાની તરફેણ કરવા અંગે આકરા પ્રહાર શુક્રવારે જણાવ્યું હતું કે, આરએસએસન અધ્યક્ષ પોતાને સુપ્રીમ કોર્ટ સમજી રહ્યા છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને સંઘ આ મુદ્દે આગ સાથે રમી રહ્યું છે. મને આશા છે કે, સુપ્રીમ કોર્ટ સંઘ પરિવાર દ્વારા રચાયેલી ગુંચવણની નોંધ લેશે. આ પહેલા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, રામ મંદિર રામ જન્મભૂમિ પર જ બનશે અને તે જગ્યા પર બીજું કાંઇ નહીં બને. છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી લડી રહેલા નેતાઓ અંતર્ગત જ મંદિરનું નિર્માણ થશે. આ પહેલા મસ્જિદ અને રામ જન્મભૂમિમાં સુન્ની વકફ બોર્ડ પાસેથી ૨૦ કરોડનો સોદો કર્યો હોવાના નિર્મોહી અખાડાના આરોપો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે નાણાનો સ્ત્રોતનો ખુલાસો કરે અને આ પ્રકરણમાં સંડાવાયેલા સુન્ની વકફ બોર્ડના સભ્યનું નામ જાહેર કરવા પડકાર ફેંક્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks