દ.આફ્રિકામાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક બનેલા ગાયક રમેશ હસનનું નિધન

(એજન્સી) કેપટાઉન, તા.૧પ
દ.આફ્રિકામાં ભારતીય સમુદાયના લોકો સંગીતકાર અને ગાયક રમેશ હસનના નિધનથી ખૂબ જ દુઃખી છે. હસનને દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક માનવામાં આવતા હતા. હસનનું (૭૩) શનિવારે હૃદય રોગના હુમલાને કારણે મોત નિપજ્યું હતું. જન્મના સમયે નામ હસન સૈબ હતું, જેને તેમણે બદલીને રમેશ હસન કરી દીધું હતું, કારણ કે તેઓ દ.આફ્રિકામાં રહીને સંગીત દ્વારા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સૌહાર્દ પેદા કરવા ઈચ્છતા હતા. હસને ૧૪ વર્ષની ઉંમરની ગાયકીની શરૂઆત કરી હતી. તેમણે એલ્વિસ પ્રેસલી અને ક્લિફ રિચર્ડ જેવા સંગીતકારના પ્રખ્યાત ગીતોને પોતાની ઢબે ગાયા છે. ત્યારબાદ તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, ગુજરાતી અને ઉર્દૂ તથા સ્વદેશી ભાષાઓમાં પોતાની ગાયકીની કળા દર્શાવી.
નેવુંના દાયકાનું શરૂઆતમાં હસન પોતાના એક ગીત દ્વારા ઘરે-ઘરે જાણીતા બન્યા હતા. આ ગીત તે વિશે હતું કે, તેમની પત્ની જ્યારે પોતાના પતિને કોઈ અન્ય યુવતી સાથે જોવે છે તો તામિલ ભાષામાં તે કેવી પ્રતિક્રિયા આપે છે. તેમણે દ.આફ્રિકાનો પ્રવાસ કર્યો અને તે સમયે દ.આફ્રિકાના સૌથી મોટા મનોરંજન સ્થળ સન સિટીમાં કાર્યક્રમ આપનારા તેઓ પહેલાં સ્થાનિક ભારતીય કલાકાર બન્યા.
દાયકાઓ બાદ પણ અહીંયા ભારતીય લગ્નોમાં આ ગીત વગાડવામાં આવે છે. દ. આફ્રિકાના દરેક ભારતીય સંગીતકારની જેમ હસન નાણાકીય રૂપે માત્ર કાર્યક્રમો પર રહી શકતા નહોતા. તેથી તેમણે વેપાર શરૂ કર્યો પરંતુ કેટલાક કારણોસર તેમાં દેવું થઈ ગયું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks