રામનાથ કોવિંદ કે મીરાં કુમાર ? : ગુરૂવારે ફેંસલો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
દેશના આગામી રાષ્ટ્રપતિ માટેનું મતદાન પૂર્ણ થયું હતું. રાષ્ટ્રપતિ માટે એનડીએના રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરાં કુમાર વચ્ચે મુકાબલો છે. મતગણતરી ૨૦ જુલાઈના રોજ દિલ્હીમાં કરવામાં આવશે જ્યાં તમામ રાજ્યોમાંથી મતપેટીઓ લાવવામાં આવશે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ નિર્ધારીત સમય કરતાં ૧૦ મિનિટ વહેલા પહોંચ્યાં હતા. જોકે તેમણે નિર્ધારીત સમયે જ મતદાન કર્યું હતું. સંસદ ભવનમાં સૌથી પહેલા મતદાન કરનાર મોદીએ એડવાન્સમાં રામનાથ કોવિંદને અભિનંદન આપતાં કહ્યું કે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી ઐતિહાસિક છે.રાષ્ટ્રપતિ માટે થયેલા મતદાનમાં વડાપ્રધાન મોદીએ સંસદ ભવન સ્થિત મતદાન કેન્દ્રમાં પહોંચીને મતદાન કર્યું હતું. સવારના ૧૦થી શરૂ થયેલા મતદાનમાં સૌથી પહેલો વોટ વડાપ્રધાન મોદીએ નાખ્યો હતો. તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. ભાજપની આગેવાનીવાળા એનડીએને ૭૦ ટકા વોટ સાથે રામનાથ કોવિંદની જીતની પાકી આશા છે. વિપક્ષોએ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરાં કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને વિચારધારા વિરૂદ્ધની લડાઈ ગણવામાં આવી રહી છે. સંસદ ભવનમાં સૌથી પહેલા મતદાન કરનાર મોદીએ એડવાન્સમાં રામનાથ કોવિંદને અભિનંદન આપતાં કહ્યું કે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી ઐતિહાસિક છે. કદાચ પહેલી વાર કોઈ પાર્ટીએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર પર કોઈ અણછાજતી કે ગેરવ્યવહારૂ ટિપ્પણી કરી નથી. સંસદ ભવનમાં સાંસદો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ સંસદ ભવનમાં મતદાન કર્યું હતું. મોદી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મતદાન કર્યું. સવારના ૧૦થી સાંજના ૫ સુધી તમામ સાંસદો અને ધારાસભ્યોએ વોટિંગ કર્યું. સાંસદોએ ગ્રીન પેપર બેલેટ પર તો રાજ્યના ધારાસભ્યોએ ગુલાબી કલરની પેન વડે મતદાન કર્યું. સાંસદો અને ધારાસભ્યોને પોતાની પેન વાપરવા દેવામાં આવતી નથી. વડાપ્રધાન મોદીએ નિર્ધારીત સમય કરતાં ૧૦ મિનિટ વહેલા પહોંચ્યાં હતા જોકે તેમણે નિર્ધારીત સમયે જ મતદાન કર્યું હતું. સંસદ ભવનમાં સૌથી પહેલા મતદાન કરનાર મોદીએ એડવાન્સમાં રામનાથ કોવિંદને અભિનંદન આપતાં કહ્યું કે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી ઐતિહાસીક છે. ૭૧ વર્ષીય રામનાથ કોવિંદને એનડીએની ઉપરાંત સંખ્યાબંધ પ્રાદેશિક પાર્ટીઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે તેથી તેમની જીત નક્કી મનાઈ રહી છે. રામનાથ કોવિંદે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર મીરાં કુમારની તુલનાએ ૭૦ ટકા મત મળવાની આશા સરકારે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ૩ રાજ્યોમાં ક્રોસ વોટિંગની ખબર મળી હતી. ત્રિપુરામાં ટીએમસી અને યુપીમાં સમાજવાદી પાર્ટીએ કોવિંદને મત આપ્યો હતો. ટીએમસીના છ ધારાસભ્યોએ પોતાની પાર્ટીથી વિરૂદ્ધ જઈને એનડીએના રામનાથ કોવિંદની તરફેણમાં વોટિંગ કર્યું હતું. તો યુપીમાં સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ અને શિવપાલે પણ કોવિંદની તરફેણમાં વોટ નાખ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks