
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દેશના ૧૪માં રાષ્ટ્રપતિ પદે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ આજે ચૂંટાઈ આવ્યા હતા. તેમને રપ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની શપથ લેવડાવાશે. હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ૧૦ રાજાજી માર્ગ પર રહેવા જશે. રાષ્ટ્રપતિ ભવનમાં ર૬ જુલાઈના રોજ રામનાથ કોવિંદ રહેવા જશે. અગાઉ રાષ્ટ્રપતિ ભવનનું નામ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે બદલી રાષ્ટ્રપતિ ભવન રાખ્યું હતું. જે રાયસીના હિલ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવનના નિર્માણ પાછળ ૪ લાખ પાઉન્ડનો ખર્ચ થયો હતો. ૧૭ વર્ષ સુધી નિર્માણ કાર્ય ચાલ્યું હતું. ૧૯ર૯માં તે પૂર્ણ થયું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં મોગલ ગાર્ડન અને સ્ટાફ કવાટર્સ પાછળ ૮,૭૭,૧૩૬ પાઉન્ડ ખર્ચ આવ્યો હતો. કુલ નિર્માણ ખર્ચ ૧.૪ કરોડ થયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં ૩૪૦ ઓરડા છે. ચાર માળની ઈમારત છે. ભવન નિર્માણ પાછળ ર હજાર સ્કવેર ફિટમાં ૭૦૦ મિલિયન ઈંટો અને ૩ મિલિયન પથ્થરના ચોસલા વપરાયા હતા. ભવન નિર્માણમાં સ્ટીલ ખાસ વપરાયું નથી. રાષ્ટ્રપતિ ભવનની ડિઝાઈન રોમન આર્કિટેકચર એડવીન લ્યુટીન્સે બનાવી હતી. છતાં તેમાં ભારતીય વાસ્તુકળાના દર્શન થાય છે. ભવનના પીલ્લર પર મોટા ઘંટ લગાવાયા છે જે જૈન મંદિર કર્ણાટક મુદાબીદરેના મંદિરમાં લગાવેલ ઘંટ જેવા છે. મોગલ ગાર્ડન – મોગલ ગાર્ડનમાં રપ૦ જેટલી ગુલાબની પ્રજાતિઓ છે. જે દુનિયાનો શ્રેષ્ઠ ગુલાબ ગાર્ડન છે. જેમાં આઝાદી પર્વની ભાવિ રાષ્ટ્રપતિ દર વર્ષે ઉજવણી કરશે. મોગલ ગાર્ડનમાં લોન કોલકાતાથી લવાઈ હતી. ગાર્ડનમાં મોર પણ રહે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં ૧૭૭૩માં બોડીગાર્ડનો ઉમેરો થયો. જે બોરન હેસ્ટીંગ્સના સમયે થયો હતો. બોડીગાર્ડ રાષ્ટ્રપતિને કમાન્ડર ઈન ચીફની રૂએ સેવા આપે છે. જે શસ્ત્રોથી સજ્જ છે.
રાષ્ટ્રપતિની રીટ્રીટ સિમલા અને બોલરમ ખાતે યોજાય છે. સીમલામાં રીટ્રીટ હાઉસ ખાતે અગાઉ રામનાથ કોવિંદને પ્રવેશ અપાયો ન હતો. રીટ્રીટ સ્થળ પર્વત પર આવેલ છે. હૈદરાબાદમાં રીટ્રીટ સ્થળ રાષ્ટ્રપતિ નિલાયમ નામે જાણીતું છે. ૧૧ રૂમો તેમાં આવેલા છે. આ ઈમારત આઝાદી પછી હૈદરાબાદના નિઝામ પાસેથી લઈ લેવાઈ હતી અને રાષ્ટ્રપતિના સચિવાલયને સોંપી દેવાઈ હતી. વર્ષમાં એકવાર બન્ને રીટ્રીટ સ્થળે રાષ્ટ્રપતિ જાય છે.