Gujarat

ખંભાતમાં રામસેનાનાં કાર્યકરોનો આતંક : મુસ્લિમ યુવાન પર જીવલેણ હુમલો

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય સત્તાધારીઓની હુંફ હેઠળ રામસેનાનાં કાર્યકરો બેફામ બન્યા છે,અને છાસવારે શહેરની શાંતીને છીન્નભીન્ન કરવાનું નાપાક કૃત્ય આચરી રહ્યા છે,ત્યારે ખંભાત શહેરમાં જુના જકાતનાકા સર્કલ પાસે આજે બપોરનાં સુમારે પોતાનાં બાળકોની દવા લઈને મોટર સાયકલ પર ધરે જઈ રહેલા મુસ્લિમ યુવાન પર રામસેનાનાં કાર્યકરોએ ધાતક શસ્ત્રો અને લાકડીઓથી યુવાન અને તેનાં પુત્રને માર મારી ઈજાઓ કરી હતી,જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થતા ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે,આ ધટનાને લઈને બન્ને કોમનાં ટોળાઓ ધટના સ્થળે ઉમટી પડયા હતા અને મામલો તંગ બન્યો હતો,પરંતુ પોલીસ તેમજ મુસ્લિમ અગ્રણીઓ સંયમ રાખીને મામલો થાળે પાડયો હતો,
મળતી વિગતો અનુસાર ખંભાતનાં શકરપુર ગામે રીમ ફળીયામાં રહેતો જાવેદહુશેન અહેમદહુશેન મલેક ઉ.વ.૩૫ આજે બપોરનાં સુમારે પોતાના દિકરા રકીબહુશેન ઉ.વ.૧૨ અને દિકરી શર્મીન ઉ.વ.૮ને લઈને ખંભાતમાં દવા લેવા ગયો હતો,અને દવા લીધા બાદ તે બન્ને બાળકોને મોટર સાયકલ પર બેસાડીને મેતપુરથી શકરપુર જઈ રહ્યો હતો ત્યારે બપોરનાં દોઢ વાગ્યાનાં સુમારે જકાતનાકા સર્કલ પાસે લોકોનું ટોળું ભેગુ થયું હોઈ જાવેદહુશેન કુતુહુલથી મોટરસાયકલ ઉભી રાખી ટોળા તરફ જોઈ રહ્યો હતો,ત્યારે દાઢીધારી યુવાન જાવેદહુશેનને ઉભેલો જોઈને રામસેનાનાં કાર્યકરોએ જાવેદહુશેનને ગાળો બોલી લાકડીઓ અને તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકીને ગંભીર ઈજાઓ કરી હતી.તેમજ તેનાં ૧૨ વર્ષની વયનાં પુત્ર રકીબને પણ માર મારી ઈજાઓ કરી હતી,જયારે પોતાનાં પિતા અને ભાઈને કટ્ટરવાદી રામસેનાનાં કાર્યકરો દ્વારા બેફામપણે મારતા જોઈને નાનકડી આઠ વર્ષની વયની શર્મીન ગભરાઈ ગઈ હતી અને ડરનાં માર્યા બાઈક પાછળ સંતાઈ ગઈ હતી ત્યારે એક કોકીલાં નામની મહિલા દ્વારા આ બાળકીને બચાવી લેવામાં આવી હતી,
રામસેનાનાં કટ્ટરવાદી તત્વો દ્વારા મુસ્લિમ યુવાન પર હુમલો કરવાની વાતને લઈને બન્ને કોમનાં ટોળેટોળા ધટના સ્થળે સામસામે આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો,પરંતુ પોલીસે ધટના સ્થળે દોડી જઈને બન્ને કોમનાં ટોળાઓને વિખેરી નાખી મામલો થાળે પાડયો હતો.
આ ધટનાને લઈને પોલીસ અધિક્ષક સહીતનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ એલસીબી,એસઓજી સહીત સ્કવોર્ડનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો,
કટ્ટરવાદી તત્વો દ્વારા હિચકારો હુમલો કરવાનાં કારણે ગંભીરપણે ધવાયેલા જાવેદહુશેનને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો,તેમજ સીટી સ્કેન માટે તેને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો,આ ધટનાને લઈને ખંભાત સીટી પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.