National

રામસેતુ માનવસર્જિત કે મિથ્યા ? ટીવી શોએ ચર્ચા કરવાનો દાવો કર્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૧ર
રામસેતુના અસ્તિત્વને લઈ મોટા ભાગે ચર્ચાઓ થતી રહે છે હિન્દુવાદી સંગઠન જયાં દાવો કરે છે. આ એ જ રામસેતુ છે જેનો ઉલ્લેખ રામાયણ અને રામચરિતમાનસમાં છે. ત્યાં જ એકે એવો પક્ષ એવું પણ કહે છે કે આ માત્ર એક મિથ્યા અથવા કલ્પના છે. વર્ષ ર૦૦૭માં રામસેતુના મુદ્દા પર કોંગ્રેસ સરકારના સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલ સોગંદનામાને લઈ એક મોટો રાજનૈતિક વિવાદ ઉભો થઈ ગયો હતો. જો કે હવે એક સાયન્સ ચેનલે કારણોની સાથે દાવો કર્યો છે કે રામસેતુ પૂરી રીતે માત્ર કલ્પના ન હોઈ શકે કારણ કે આ વાતનું પ્રમાણ છે કે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી બાલુ રેખા પર રહેલ પથ્થરો આશરે ૭૦૦૦ વર્ષ જૂના છે. સાયન્સ ચેનલે એક વીડિયો ટવીટર પર મુકયો હતો. જે ભારતમાં ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં કેટલાક ભૂ-વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, રામસેતુ પર મળેલા પથ્થર ખૂબ જ અલગ અને પ્રાચીન છે. ભૂ-વૈજ્ઞાનિક એલન લેસ્ટરના મુજબ હિન્દુ ધર્મમાં ભગવાન રામ દ્વારા એક એવા જ પુલના નિર્માણનો ઉલ્લેખ છે. આના પર શોધ કરવા પર માલુમ પડયું કે બાલુ રેખા પર રહેલા પથ્થરો બીજી જગ્યા પરથી લાવવામાં આવ્યા છે. જો કે પથ્થરોને કયાંથી અને કઈ રીતે લાવવામાં આવ્યા આ હજી પણ રહસ્ય છે. પુરાતત્વ વિભાગની ચેલ્સી રોજ કહે છે કે, જયારે અમે આ પથ્થરોની ઉંમર જાણી તો માલુમ પડયું કે, ઉપર રહેલા પથ્થરોએ બાલુ ધરતીથી ખૂબ જ જૂના છે. આ પથ્થર આશરે ૭૦૦૦ વર્ષ જૂના છે. ત્યાં જ બાલુ ધરતીની અંદર રહેલા પથ્થરો માત્ર ૪૦૦૦ વર્ષ જૂના છે. ચેનલનો દાવો છે કે આ સ્ટડીથી સ્પષ્ટ થાય છે કે, આ કોઈ પ્રાકૃતિક માળખું નથી. પણ માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે ચેનલ મુજબ ઘણા ઈતિહાસકારો માને છે કે આશરે પ૦૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હશે. જો આવું છે તો તે સમયે આવી સિધ્ધિ પ્રાપ્ત કરવી સામાન્ય મનુષ્ય માટે ખૂબ જ મોટી વાત છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.