National

મોદીની ખોટી પ્રાથમિકતાઓ, ફક્ત ફરી ચૂંટણી માટે જ ચિંતિત : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોંગ્રેસે ગુરૂવારે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે, તેઓની ખોટી પ્રાથમિકતાઓ છે અને તેઓ ફક્ત ચૂંટણી માટે જ ચિંતિત છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગનો રેકોર્ડ બનાવવા માટે આતુર છે જ્યારે સમગ્ર દેશ પોતાના બહાદૂર પાયલટના પરત ફરવા માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરી રહ્યા છે. બુધવારે હવાઇ ઘર્ષણમાં પાકિસ્તાને ભારતીય વાયુદળના એક પાયલટને પકડી લીધો હતો. પાકિસ્તાન તરફથી ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પછી બંને દેશો તરફતી કહેવામાં આવ્યું કે, તેમણે એકબીજાના લડાકુ વિમાનોનેે તોડી પાડ્યા છે. ત્યારબાદ યુદ્ધનો ભય તોળાઇ રહ્યો હતો. પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય પાયલટની ઓળખ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તરીકે થઇ છે.
સૂરજેવાલાએ ટિ્‌વટર પર લખ્યું કે, બિનઉપયોગી પ્રાથમિકતાઓનું સ્પષ્ટ ઉદાહરણ ! ૧૨૩ કરોડ ભારતીયો પોતાના બહાદૂર વિંગ કમાન્ડર અભિનંદનની કુશળતા અને તાત્કાલિક પરત ફરવાની દુઆઓ માગી રહ્યા છે પરંતુ મોદી ફક્ત ચૂંટણીઓ માટે ચિંતિત છે. કોંગ્રેસે ગુરૂવારના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. પ્રધાન સેવક વીડિયો કોન્ફરન્સિંગના રેકોર્ડ બનાવવા માટ અડગ છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ વિપક્ષી દળોએ બુધવારે આ અંગે ઘેરો આક્રોશ વ્યક્ત કરતા સુરક્ષા દળોની શહાદત અંગે ઘોર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી દળોએ સરકાર પાસે દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના રક્ષણની ખાતરી કરવા માટે દેશનો ભરોસો જીતવા માટે આ નિર્ણય કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.