કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે કેરળના પૂરને રાષ્ટ્રીય ક્ટોકટી જાહેર કરવામાં આવે : રણદીપ સુરજેવાલા

(એજન્સી) તિરૂવનંતપુરમ્‌, તા.૧૮
કેરળમાં ભારે વરસાદ અને પૂરને કારણે લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે, રાજ્યોના ઘણા ક્ષેત્રોમાં પૂરનું પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાજ્યમાં પૂરને કારણે ૩૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પૂરની ભયાનક તસવીરો સામે આવી રહી છે. એન.ડી.આર.એફ.ઉપરાંત, સેનાના ત્રણેય દળો રાહત-બચાવ કાર્યોમાં કાર્યરત છે.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ શનિવારે (૧૮ ઓગસ્ટ) કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ દરમ્યાન તેમણે કેરળ માટે પ૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. ‘આ ઉપરાંત પૂર અને વરસાદમાં જે લોકોના મોત નીપજ્યા છે. તેમના પરિજનોને ર-ર લાખ રૂપિયા અને ઘાયલોને પ૦-પ૦ હજાર રૂપિયા આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.
આ પહેલા કેન્દ્ર સરકારે કેરળ માટે ૧૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસે રાજ્યમાં લોકોને રાહત પહોંચાડવા માટે ર હજાર કરોડ રૂપિયાની માગણી કરી હતી. મીડિયાના અહેવાલ અનુસાર, વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી કેરળમાં ર૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કેરળ જતાં પહેલા પીએમ મોદીએ ટ્‌વીટ કરતાં લખ્યું હતું, ‘કેરળમાં પૂરની સ્થિતિની તપાસ કરવા માટે હું આના થઈ રહ્યો છું.’ આ દરમ્યાન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પી.એમ.મોદીને કેરળના પૂરને રાષ્ટ્રીય ક્ટોકટી જાહેર કરવાની માંગણી કરી. રાહુલ ગાંધીએ શનિવારે (૧૮ ઓગસ્ટ) સવારે ટ્‌વીટ કરતાં લખ્યું કે, ‘પ્રિય વડાપ્રધાન કૃપા કરીને કેરળ પૂરને વગર વિલંબે રાષ્ટ્રીય ક્ટોકટી જાહેર કરી દો. રાજ્યમાં લાખો લોકોના જીવન જોખમમાં મૂકાયા છે.’ રાહુલ ગાંધીએ કાલે રાજ્યના પક્ષના નેતાઓ તેમજ કાર્યકર્તાઓનું આહ્‌વાન કર્યું હતું કે, તેઓ અસરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ વધે. કેરળમાં પૂરની સ્થિતિ અંગે ૧૬ ઓગસ્ટે રાહુલ ગાંધીએ પી.એમ.મોદીને ફોન પર વાત કરી હતી અને રાજ્ય માટે વિશેષ નાણાકીય સહાયનો આગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્‌વીટર પર લોકોને મદદની અપીલ કરતાં લખ્યું છે કે, કેરળમાં ગત ૧૦૦ વર્ષોમાંનું સૌથી ભયાનક પૂર આવ્યું છે. ૮૦ ડેમોના દ્વારને ખોલી નાંખવામાં આવ્યા છે, ૩ર૪ લોકોના મોત નીપજ્યા છે, ર,ર૩,૧૩૯ લોકો ૧પ૦૦થી વધુ રાહત શિબિરોમાં રહે છે.દિલ્હીના મુખ્યમંંત્રી અરવિંદ કેજરીવાલે પૂરગ્રસ્ત કેરળ માટે ૧૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે અને તેમણે પૂરની સ્થિતિ અંગે કેરળના સી.એમ. સાથે પણ વાતચીત કરી છે. સી.એમ. કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું, ‘મેં કેરળના સી.એમ. સાથે વાતચીત કરી. દિલ્હી સરકાર ૧૦ કરોડ રૂપિયાની સહાય કરી રહી છે. હું દરેકને કેરળના પોતાના ભાઈઓ અને બહેનો માટે ઉદારતાપૂર્વક દાન કરવાની અપીલ કરું છું.’
મુશ્કેલીના સમયમાં કેરળના લોકોની મદદ માટે ભારતીય સ્ટેટ બેંક (એસ.બી.આઈ.) આગળ આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસ.બી.આઈ.એ મુખ્યમંત્રી રાહત કોષમાં ર કરોડ રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે.
મીડિયાના અહેવાલો અનુસાર, રાજ્યમાં ૧.પ૦ લાખથી વધુ ઘરવિહોણા અને વિસ્થાપિત લોકો રાહત શિબિરોમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના ૧૪ જિલ્લાઓમાંથી એકને બાદ કરતાં દરેક જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરળમાં લગભગ ર૦૦૦-૩૦૦ કરોડનું નુકસાન થયું છે. કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે, કેરળમાં રાષ્ટ્રીય ક્ટોકટી જાહેર કરવામાં આવે તેમ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું.
ઉપરાંત ભારતીય સેનાનું સ્પેશિયલ એરક્રાફટ ભોજન અને મૂળભૂત ચીજો સાથે તિરૂવનંતપુરમના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું છે. ઓરિસ્સાના સી.એમ.નવીન પટનાયકે કેરળના પૂર પીડિતોની મદદ માટે પ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ સાથે જ તેઓ બચાવ કામગીરી માટે રપ૪ અગ્નિશામક દળોના કર્મચારીઓ અને હોડીઓની પણ મોકલશે. જ્યારે બિહારના સી.એમ.નીતિશકુમારે કેરળમાં પૂર પીડિતોની મદદ માટે બિહાર મુખયમંત્રી રાહત કોષમાંથી ૧૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, હાલ તો પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા એ ટોચની પ્રાથમિકતા છે. પી.એમે. જણાવ્યું કે, કેરળમાં એન.ડી.આર. એફ.ટીમ, બી.એસ.એફ.ની કંપનીઓ, સી.આઈ.એસ.એફ. અને આર.એ.એફ.ની ટુકડીઓ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks