Gujarat

ટ્રાન્સપોર્ટની સમસ્યાઓના નિરાકરણ માટે ગુજરાતના પ્રમુખ પદે રંગુની અસ્લમની નિમણૂક

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
ગુજરાતમાં ટ્રાન્સપોર્ટની સમસ્યાઓના નિરાકરણ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસની ગુજરાતની હેડ ઓફિસનું ઉદ્‌ઘાટન ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટના પ્રમુખ સૈયદ યાસીન તમ્બોલીની ઉપસ્થિતિમાં સુરત ખાતે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રમુખ સૈયદ યાસીન તમ્બોલીએ ગુજરાતના પ્રમુખ પદે રંગુની અસ્લમ (મુકદ્દર)ની નિમણૂક કરી આપી છે. શ્રમજીવીઓ, ડ્રાઇવરો, તથા ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા રોજ કમાઇને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતાં રોજમદાર શ્રમજીવીઓની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તેના આ પ્લેટ ફોર્મ પરથી ખાતરી આપવામાં આવેલ છે. સમગ્ર પરિવહન પરિવાર માટે ઇન્ટૂક હર-હંમેશ લોકોની પડખે રહેશે અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લે સુધી લડત આપશે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ પદે રંગુની અસ્લમની નિમણૂક થયા બાદ સંગઠનને મજબૂત કરવા માટે સભ્ય નોંધણી સહિતની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. આર્થિક રીતે નબળા લોકો શોષણનો ભોગ નહીં બને તે માટે ઓલ ઇન્ડિયા ટ્રન્સપોર્ટ કોંગ્રેસ (ગુજરાત) દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં સંગઠનને વધ મજબુત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.