અમરેલી, તા. ૨૮
રાજુલાના દેવકા ગામે ૧૫ વર્ષીય સગીરાનું બાવડું પકડી વાડીમાં લઇ જઈ કપાસની સાંઠીઓ પાછળ સગીરાની મરજી વિરુદ્ધ ત્રણેક વખત બળાત્કાર ગુજારી બાદમાં કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગામનાજ આરોપી યુવાન સામે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજુલાના દેવકા ગામે રહેતા એક શખ્સની ૧૫ વર્ષીય પુત્રી ગામમાં રહેતા લખમણભાઇના ઘરે બપોરે અઢી વાગ્યે મોબાઈલનું ચાર્જર લેવા ગયેલ અને ચાર્જર લઇ પરત ઘરે જતી હતી ત્યારે ગામમાં રહેતો ધનશ્યામ હમીરભાઇ વાવડીયા નામના શખ્સે સગીરાનું બાવડું પકડી નજીકમાં આવેલ વાડીમાં લઇ જઈ મોઢે ડૂચો મારી કપાસની સાંઠીઓ પાછળ સગીરાના કપડાં ઉતારી તેની મરજી વિરુદ્ધ ત્રણેક વખત બળાત્કાર ગુજારી બાદમાં આરોપી યુવાન ઘનશ્યામે કોઈને કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપતા સગીરાએ તેની માતાને વાત કહી ડુંગર પોલીસમાં આરોપી ઘનશ્યામ હમીરભાઇ વાવડીયા સામે ફરિયાદ નોંધાવતા ડુંગર પીએસઆઇ કે.જે.વાળા એ તપાસ હાથ ધરેલ છે.