નવી દિલ્હી, તા.ર૩
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડેનમાર્ક ઓપન સુપર સીરીઝનું ટાઈટલ જીતવા માટે શ્રીકાંત અને ભારતીય હોકી ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરાયું છે ડેનમાર્ક ઓપનમાં શ્રીકાંતની શાનદાર જીત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને ઢાકામાં મલેશિયાને હરાવી એશિયાકપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમણે ટ્વીટ કર્યું ‘શાનદાર મેચ, શાનદાર જીત’ આપણી હોકી ટીમને એશિયાકપ ર૦૧૭ જીતવા બદલ અભિનંદન. ભારત આ શાનદાર જીતથી ખુશ છેે ભારતે ફાઈનલમાં મલેશિયાને ર-૧થી હરાવી ત્રીજીવાર એશિયા કપ જીત્યો.
વડાપ્રધાન મોદીએ શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા છે વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, તમારી શાનદાર જીતથી પ્રત્યેક ભારતીય ગૌરવ અનુભવી રહ્યો છે.
Facebook
0
Twitter
0