રાષ્ટ્રપતિ ચૂંટણી : મીરાં કુમારની હારથી વિપક્ષની એકતા કઈ રીતે નુકસાન પામી રહી છે

(એજન્સી) તા.ર૧
૧૦૦થી વધુ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપ્યા હતા જે વિપક્ષોની એકતાના ભંગાણ પડયા હોવાની હકીકત છતી કરે છે. પણ કોંગ્રેસ અને એમના સાથીઓ આ હકીકતને ધ્યાનમાં લેવા કરતાં એ પ્રકારની વાતો કરે છે કે રાષ્ટ્રપતિને ૧૯૭૪ પછીથી થયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં સૌથી ઓછા મતો મળેલ છે. એ ધ્યાનમાં રાખી રાજી થઈ ગયા છે કે અમોએ ચૂંટણીને ખરી રીતે પડકારી છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન છે કે, ૧૮ મુખ્ય વિરોધ પક્ષો જેમાં જેડીયુ પણ સામેલ છે. એ બધા ભવિષ્યમાં એકતા જાળવી શકશે કે કેમ. આ ચૂંટણીને વધુ મહત્ત્વ નહીં પણ આપીએ તોય ર૦૧૯માં થનાર લોકસભાની ચૂંટણીમાં એ મોદીને પડકારી શકશે કે કેમ એ પ્રશ્ન એમના માટે પાયાનો પ્રશ્ન છે. વિરોધપક્ષોની એકતામાં ભંગાળ પડવા માટે હાલના બે પ્રસંગો મહત્ત્વપૂર્ણ છે. એક નીતિશકુમારે વિપક્ષોનો સાથ છોડ્યો. બીજુ મધ્યરાત્રીએ જીએસટી માટે યોજાયેલ કાર્યક્રમનો બહિષ્કાર કરવા કોંગ્રેસના એલાન છતાંય ઘણા બધા વિરોધપક્ષના નેતાઓ અને સભ્યો હાજર રહ્યા હતા. બિહારમાં બની રહેલ રાજકીય ઘટનાના પ્રત્યાઘાતો રાષ્ટ્રીય રાજનીતિ ઉપર પણ પડી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ કૌભાંડોમાં ફસાયા હોવાથી એમનું મહાગઠબંધન ક્યારે તૂટશે એ કહી શકાય નહીં અને એ પછી નીતિશકુમાર ભાજપ સાથે જોડાઈ શકે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પછી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપાએ બિનસાંપ્રદાયિક પક્ષોને ધરાર ફટકો માર્યો છે. એ પક્ષો પોતાનું અસ્તિત્વ ટકાવવા હવાતિયા મારી રહ્યા છે. ભાજપાની આક્રમક હિન્દુ વિચારધારાથી સમગ્ર ચૂંટણીઓની રૂપરેખા જ બદલાઈ ગઈ છે જેની સાબિતી ઉ.પ્ર.માં મળી ચૂકી છે. એ ઉપરાંત કેન્દ્ર સરકારે પોતાની એજન્સીઓ સીબીઆઈ, ઈડી, આઈટીનો ભરપૂર ઉપયોગ વિરોધપક્ષોને સાણસામાં લેવા માટે કર્યો છે. જેથી વિરોધપક્ષના ઉચ્ચ નેતાઓ ખૂબ જ આક્રમણ અનુભવી રહ્યા છે. વિરોધપક્ષો એકતા જાળવી શકતા નથી અને ભાજપા પણ ભરપૂર પ્રયાસો કરી રહેલ છે કે ગમે તેમ એમની એકતા થવી ના જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks