રાષ્ટ્રપતિના ભાષણ દરમ્યાન યોગીના મંત્રીઓ ઘોર નિંદ્રામાં

   

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. આ અવસર પર સરકાર દ્વારા તેમનું ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન અનેક મંત્રીઓ અને નેતાઓ ખુરશીમાં ઘોર નિંદ્રા માણતાં નજરે ચડ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી, યુપીના ભાજપાધ્યક્ષ, અને નગરનિગમના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા જ્યારે બીજી બાજુ મંત્રીઓ ઘોર નિંદ્રા માણી રહ્યા હતા. યુપીના રમત મંત્રી ચેતન ચૌહાણ સહિત અનેક મંત્રીઓ ભાષણ દરમ્યાન ઊંઘી રહ્યા હતા. ગઈકાલે રાષ્ટ્રપતિ કોવિંદે કાનપુર પહોંચી સ્વચ્છતા જ સેવાના અભિયાનની શરૂઆત કરી હતી. તેઓ સવા ત્રણ કલાક સુધી શહેરમાં રોકાઇને સ્વચ્છતા જ સેવા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તેમની સાથે રાજ્યપાલ રામ નાયક, મુખ્યમંત્રી યોગી બ્રિગેડિયર બીએમ શર્મા, ડીઆઈજી સોનિયા સિંહ, ડીએમ સુરેન્દ્ર સિંહ, કમિશ્નર પી.કે. મહાન્તિ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks