અમદાવાદ,તા.રપ
દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવશે. મહેસાણામાં જૈન સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રાપ્ત વિગતો મુજબ આચાર્યા પદ્મસાગર સુરિશ્વર મહારાજના જન્મદિવસ નિમિત્તે તા.૩ સપ્ટેમ્બરના રોજ મહેસાણા ખાતે આવેલ સીમંધ સ્વામી જૈનસંઘ ખાતેના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહેશે. આ કાર્યક્રમમાં તેમની સાથે રાજયપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ અને જૈન સમાજના અગ્રણીઓ હાજર રહેશે. અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
Facebook
0
Twitter
0