જગન્નાથ મંદિરની જળયાત્રા નીતિન પટેલ-જાડેજા ઉપસ્થિત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૧૪મી જુલાઈના રોજ યોજાનાર છે. આ રથયાત્રા પહેલા પૂનમના દિવસે જગન્નાથ મંદિરેથી જળયાત્રા નીકળે છે. આજે જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચી ત્યાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરાયું હતું. હાથી, બળદગાળા, ભજનમંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતી સાથેની જળયાત્રાને મંદિરેથી ગૃહ રાજ્ય મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ જળાભિષેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જગન્નાથના આશીર્વાદથી આપણને સારો વરસાદ મળશે. તેના પગલે ખેતી સફળ થાય, ધન ધાન્યનું સારુ ઉત્પાદન થાય… લોકો માટે અને પશુધન માટે પીવાનું પાણી ઉપલબ્ધ થાય અને રાજ્ય-દેશનો વિકાસ થશે. તેમના આશીર્વાદથી સર્વત્ર સુખ ફેલાય તેવી ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જગન્નાથની રથયાત્રા એ સાચા અર્થમાં લોકોત્સવ બની છે. તેમા અબાલ-વૃધ્ધ-ગરીબ-તવંગર સૌ કોઈ જોડાય છે. રથયાત્રા અગાઉ નીકળતી જળયાત્રાનું પણ એટલું જ મહાત્મ્ય છે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દીલીપદાસ મહારાજ, દ્વારકેશલાલ મહારાજ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ભકતજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks