જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈનાને પાકિસ્તાનમાંથી જાનથી મારી નાંખવાની ધમકી

(એજન્સી) જમ્મુ, તા.ર૧
જમ્મુ-કાશ્મીર પ્રદેશ ભાજપના પ્રમુખ રવિન્દર રૈનાને પાકિસ્તાનથી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. રાજ્યમાં ભાજપ-પીડીપીની સરકારના પતન બાદ પાકિસ્તાનથી ફોન પર ધમકીઓ મળી હતી. રૈનાએ કહ્યું કે તેઓ આવી ધમકીથી ડરતા નથી તેમજ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ખુલ્લા પાડવાનું ચાલુ રાખશે. ધમકી અંગે રાજ્યના ગવર્નર એન.એન. વોરાને અને સલામતી એજન્સીઓને જાણ કરાઈ છે. કરાંચી, રાવલપીંડી, મુઝફ્ફરાબાદથી ધમકીભર્યા ફોન આવે છે. આ સંદર્ભમાં એક વિધિસરની ફરિયાદ નોંધવામાં આવી છે. જેની તપાસ ચાલુ છે તેમ ડીજીપી વૈદ્યે કહ્યું છે. રૈનાએ કહ્યું કે હું ધમકીથી ડરતો નથી, દેશ અને માતૃભૂમિ માટે સૈનિક તરીકે કામ કરતો રહીશ. ભાજપ દ્વારા રાજ્યપાલ શાસનમાં મોટાપાયે ટેરર વિરૂદ્ધ ઓપરેશનને ટેકો અપાશે. જેનાથી હતાશ તત્ત્વો આવા ફોન કરી ધમકીઓ ઉચ્ચારે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks