રયાન ઈન્ટરનેશનલ શિક્ષકો, બાળકોને ભાજપમાં જોડાવવા દબાણ કરે છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
દેશમાં શ્રેષ્ઠ ગણાતી સ્કૂલોમાં એક રયાન ઈન્ટરનેશનલ સ્કૂલે અધિકૃત રીતે ભાજપના સભ્યો બનાવવાની ઝુંબેશને સમર્થન આપી ખૂબ પ્રચાર કર્યો હતો. એમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ભાજપનું સભ્યપદ મેળવવા દબાણ કર્યું હતું. પણ સ્કૂલ મેનેજમેન્ટ જણાવે છે કે આ અભિયાન સ્વૈચ્છિક હતું પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કહે છે કે ના એ સ્વૈચ્છિક ન હતું પણ દબાણો કરાયા હતા અને અમુક શિક્ષકોના આ મુદ્દે પગારો પણ અટકાવી રખાયા હતા. એમને કહેવાયું જ્યાં સુધી એ સભ્યપદ નહીં મેળવે એમને પગાર અપાશે નહીં. મેનેજીંગ ડાયરેકટરે કહ્યું કે સભ્યપદ અભિયાનમાં અમે સહયોગ આપ્યો હતો પણ એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક હતું જે શિક્ષકો આ પ્રકારની વાતો કરે છે એ દુઃખદ બાબત છે. અમે કયારે પણ શિક્ષકો અથવા વાલીઓને સભ્યપદ મેળવવા બળજબરી કરી ન હતી. શિક્ષકો અને વાલીઓએ જણાવ્યું છે કે, એમને વોટ્‌સએપ ઉપર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૬૬ર૦ર૦ ઉપર મિસકોલ કરવા કહેવાયું હતું. આ નંબર ઉપર ફોન કરવાથી અમારી માહિતી રેકોર્ડ થઈ જતી હતી અને અમને ભાજપ સભ્યપદનું સભ્ય નંબર મોકલી આપવામાં આવતો હતો પણ રયાન શાળામાં ભાજપનું સભ્યપદ નંબર સ્કૂલની મેનેજમેન્ટને મોકલાતું હતું. સ્કૂલની એક શિક્ષિકાએ જણાવ્યું કે, સ્કૂલે પ્રત્યેક શિક્ષકને સૂચના આપી હતી કે તમારે ઓછામાં ઓછા ૧૦ સભ્યો બનાવવાના છે. એક વાલીએ જણાવ્યું કે મારી પુત્રીએ ભાજપાના સભ્યપદની વાત મને કરી હતી પણ મેં ભાજપનું સભ્ય થવાનું ટાળ્યું હતું. દિલ્હીની સ્કૂલોના અમુક શિક્ષકોએ ફરિયાદ કરી હતી કે અમારા માર્ચ મહિનાના પગારો રોકી રાખવામાં આવ્યા હતા અને સભ્ય થયા પછી પગારો અપાશે એવું કહ્યું હતું. રયાન ઈન્ટરનેશનલ સ્કૂલની વેબસાઈટ ઉપર જણાવેલ છે. એમની સમગ્ર દેશમાં ૧૩૩ સ્કૂલો છે જેમાં ર લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. અમારી પહેલી સ્કૂલની સ્થાપના ૧૯૭૬માં મુંબઈમાં કરાઈ હતી. ભાજપના સભ્યો બનાવવાનું અભિયાન રયાનની બધી સ્કૂલોમાં શરૂ કરાયું હતું.
રયાન શાળાની વાસ્તવિક કથા

આ છે ગ્રેસ પિન્ટો. ભાજપના મહિલા મોર્ચાની રાષ્ટ્રીય સચિવ આ છે રેયાન પબ્લિક સ્કૂલની મેનેજિંગ ડાયરેક્ટર. નોંધનીય છે કે, ગત વર્ષે દિલ્હીના વસંત કુંજમાં આવેલ રેયાન શાળામાંથી એક માસૂમ બાળકનું શબ શાળાની પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું. ત્યારે આશંકા હતી કેે,ગુરૂગ્રામના પ્રદ્યુમનની જેમ તેનું પણ યૌન શોષણ થયું હતું. મામલો સમેટાઈ ગયો. રેયાન શાળાના માળીથી માંડી કંડક્ટર,તમામ શિક્ષકોએ ભાજપના સદસ્ય બનવું અનિવાર્ય છે. ગત ચૂંટણીમાં ભાજપના પક્ષે ફતવો પણ જારી કર્યો હતો. તે ૧૮૦૦ કરોડની કરચોરીના લીધે પણ ચર્ચામાં રહી હતી.
આ છે રયાન શાળાની વાસ્તવિક કથા. પરંતુ ગોદી મીડિયા તેને ઉજાગર કરશે નહીં.મૌન ધારણ કરી બેસી રહેશે.
(સૌ. : ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks