RBI બેંક ઓફ ચાઈનાને ભારતમાં શાખા ખોલવાની મંજૂરી આપી

(એજન્સી) નવી દિલ્હી,તા.૪
પાડોશી દેશ ચીનમાં આવેલી વિશ્વની ચોથા નંબરની ૧૦૦ વર્ષ જૂની સૌથી મોટી બેંક જલદી ભારતમાં પોતાના પગ જમાવશે. ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ચાઇનાને પોતાની શાખાઓ ખોલવાની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે જીર્ઝ્રં સમિટમાં વાતચીત થઇ હતી.
બેંક ઑફ ચાઇનાની માર્કેટ કેપ ૧૫૮.૬ બિલિયન ડૉલરની નજીક છે અને આ હૉંગકૉંગ અને શાંઘાઈ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આ ચીનની પણ ચોથા નંબરની બેંક છે અને સરકારનાં નિયંત્રણમાં છે. તો સંપત્તિનાં મામલે તે ચીનની બીજા નંબરની સૌથી મોટી બેંક છે. બેંકનાં ઘણા કૉર્પોરેટ ગ્રાહકોનો ભારતમાં મોટો બિઝનેસ છે.
બેંક ઑફ ચાઇના ચીનની સૌથી જુની બેંક છે. તેની સ્થાપના શંઘાઈમાં ૧૯૧૨માં થઇ હતી. ૧૯૪૨ સુધી બેંક ઑફ ચાઇના સરકાર તરફથી કરન્સી નોટ પણ જાહેર કરતી હતી. હવે બેંક ચીનને છોડીને હૉંગકૉંગ અને મકાઊમાં પણ કરન્સી જાહેર કરી છે. બેંકની ચીનને છોડીને અન્ય ૨૭ દેશોમાં શાખાઓ છે. ૩૧ માર્ચ ૨૦૧૬નાં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં બેંકનું ટોટલ અસેટ વેલ્યૂ ૨૬૩૯.૭૭ બિલિયન યૂએસ ડૉલર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks