(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની આગેવાનીવાળી એનડીએ સરકાર જે નોટબંધીને ઘણીવાર ઐતિહાસિક ગણાવી ચુક્યા છે તેના પર ભારતીય રિઝર્વ બેંકના ઘણા બોર્ડના સભ્યો નારાજ હતા. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે, આ કાળા નાણા પર રોક લગાવી શકશે નહીં. વાસ્તવમાં સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટોને ચલણમાંથી બહાર કરવા પાછળ કાળા નાણા પર રોક લગાવવાનો તર્ક આપ્યો હતો અને કહ્યું હતું કે, આનાથી કાળા નાણા પર લગામ કસાશે. આ સાથે જ નકલી ચલણ પકડમાં આવશે અને ઇ-પેમેન્ટ્સનો પ્રોત્સાહન મળશે. આ જાણકારો અને આંકડાઓની માનવામાં આવે તો કાળા નાણા પર લગામ કસવામાં સરકારનો આ નિર્ણય પુરતો ન હતો. RTI દ્વારા મળેલ આ માહિતી ઉજાગર કર્યા પછી નોટબંધી મામલે ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે અને મોદી સરકાર નોટબંધીને મહત્વનું પગલુ દર્શાવતા દાવો કરી રહી છે કે, નોટબંધીથી કાળુ નાણુ અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. આ દરમિયાન ખાસ વાત એ પણ છે કે, સરકાર અને RBI વચ્ચેના મતભેદો પણ સામે આવ્યા હતા.
ટોચની સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજે ૫.૩૦ વાગે આરબીઆઇની બેઠક થઇ હતી, બેઠકમાં સરકારે કહ્યું હતું કે, મોટી નોટો(૫૦૦ અને ૧૦૦૦)ની સંખ્યા આપણા આર્થિક વિસ્તાર કરતા પણ વધુ ઝડપથી વધી રહી છે જ્યારે જવાબમાં બોર્ડના સભ્યો બોલ્યા હતા કે, મોંઘવારીને જોતાં તમે આ અંતરને જોશો તો વધુ ફેર દેખાતો નથી. સરકારે સામે દલીલ કરી હતી કે, ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬માં અર્થવ્યવસ્થાનો ૩૦ ટકા ફેલાવો થયો છે જ્યારે ૫૦૦ની નોટોમાં ૭૬ ટકા અને ૧૦૦૦ની નોટોમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે. આરબીઆઇના બોર્ડના સભ્યોએ આ અંગે જ કહ્યું કે, અર્થ વ્યવસ્થાના જે વિકાસ દરનો ઉલ્લેખ કરવામાં આવે છે તે રિયલ રેટ(અસલી દર) છે જ્યારે ચલણમાં થયેલી પ્રગતિ નામપુરતી જ છે. આવામાં સરકારની દલીલ નોટબંધીની ભલામણનું સમર્થન ન કરી શકી. વધુમાં બોર્ડના અનેક સભ્યોએ કહ્યું હતું કે, મોટાભાગનું કાળું નાણું કેશમાં હોતું નથી. લોકો તેને સોના અને રિયલ એસ્ટેટના રૂપમાં રાખે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારના પ્રસ્તાવિત પગલાંથી અર્થવ્યવસ્થાને વિસ્તાર આપવા અને પેમેન્ટના ઇ-મોડ્સનો ઉપયોગ વધારવાને લઇને મોટા પાયે તકો ખુલશે. બીજી તરફ કેટલાક બોર્ડના સભ્યોએ ચેતવણી આપી હતી કે, આનાથી થોડા સમય માટે જીડીપી(૨૦૧૬-૧૭) પર નકારાત્મક અસર પડશે. આ તમામ ચર્ચા બાદ પણ નોટબંધીને લીલીઝંડી આપી દેવાઇ હતી જેના લગભગ ત્રણ કલાક બાદ જ વડાપ્રધાન મોદીએ નોટબંધની જાહેરાત પણ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે નોટબંધી મહત્વનો મુદ્દો બની રહ્યો છે, પરંતુ ઇ્ૈંના ખુલાસા પછી મોદી સરકાર ફરી એકવાર સવાલોથી ઘેરાયેલ જોવા મળી રહી છે. વિપક્ષનું માનવું છે કે, નોટબંધીથી લઘુ ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર પડી છે અને દેશનો વિકાસ દર પર ઓછો થયો છે.
RBI બોર્ડે નોટબંધીની અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસરોની ચેતવણી આપી હતી; કાળાં નાણાં પર કોઇ ચોક્કસ અસર નહીં
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
આરબીઆઇના હાલના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના આરબીઆઇ બોર્ડે ચેતવણી આપી હતી કે, દેશના આર્થિક વિકાસ પર નોટબંધીની ટૂંકાગાળાની નકારાત્મક અસર પડશે અને કાળા નાણા પર અંકુશ લગાવવા માટેના આ અચાનકના પગલાંથી કોઇ અસર થશે નહીં. આરટીઆઇમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, બેઠકમાં અધિકારીઓ દ્વારા વિરોધ કર્યો હોવા છતાં તેના અઢી કલાકમાં જ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીના પોતાના નિર્ણય અંગે દેશને સંબોધન કર્યું હતું. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાના આંચકાજનક નિર્ણય પાછળ કાળા નાણા પર લગામ લગાવવાનો મુખ્ય હેતુ હતો જેમાં દેશમાં ચલણમાં રહેલી ૮૬ ટકા નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. નોટબંધી અંગે સરકારની અપીલને મંજૂરી આપનારા બોર્ડની બેઠકમાં ઉર્જિત ગવર્નર ઉર્જિત પટેલ અને હાલના ગવર્નર શક્તિકાંત દાસ મુખ્ય હતા તેઓ તે સમયે આર્થિક બાબતોના સચિવ હતા.