કેરળમાં પૂરને કારણે હાલ સુધીમાં ૩૭ લોકોનાં મોત, ૩૧ હજાર લોકોને રાહત કેમ્પોમાં મોકલવામાં આવ્યા, ૭૨ કલાક સુધી રેડ એલર્ટ જારી

(એજન્સી) કલપેટ્ટા, તા.૧૧
કેરળમાં સતત વરસાદની વચ્ચે અડધાથી વધુ રાજ્યમાં પૂરના હાલત બનેલા છે. ઇડુક્કીમાં એક દિવસ પહેલાં એશિયાના સૌથી મોટા ડેમના પાંચ દરવાજાઓ ખોલવામાં આવ્યા. જેમાંથી દર સેકન્ડે પાંચ લાખ લીટર પાણી બહાર આવ્યું. વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં હાલસુધીમાં ૩૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૩૧ હજાર લોકોને સેના અને એનડીઆરએફની ટીમે રાહત શિબિરો સુધી પહોંચાડવામાં આવ્યા. ગૃહમંત્રી રાજનાથસિંહ રવિવારે પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે. મૌસમ વિભાગે આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી પી. વિજયને શનિવારે નેતા વિપક્ષ રમેશ ચેન્નીથલાની સાથે ઉત્તરી કેરળના વાયનાડ કલપેટ્ટા સહિત અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોનો વિમાનમાં બેસી મુલાકત કરી. વાયનાડ જિલ્લામાં ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલને કારણે ૫૪ હજાર લોકો બેઘર થયા છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાની આઠ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. નેવીની ચાર અને કોસ્ટગાર્ડની ત્રણ ટીમોને તૈનાત કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks