હૈદરાબાદ, તા.૪
અખિલ ભારતીય સર્વેક્ષણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ર૦૧૪થી ર૦૧૬ દરમ્યાન મુસ્લિમોની સામાજિક અને આર્થિક સ્થિતિ વધુ નબળી પડી છે અને તેઓ સુરક્ષાને લઈને સજાગ બન્યા છે. મોટાભાગના મુસ્લિમોએ જણાવ્યા અનુસાર પાછલા ૧૦ વર્ષમાં મુસ્લિમ સમુદાયની સામાજિક – આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વાસ્તવમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં મુસ્લિમોની આર્થિક સ્થિતિ કથળી છે. સર્વેક્ષણમાં મુસ્લિમોના વ્યક્તિ દીઠ માસિક ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુસ્લિમોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતા ગરીબીનું સ્તર નીચું જશે અને ધાર્મિક સ્વતંત્રતામાં પણ ઘટશે. મુસ્લિમ મુજબ વર્ષ ર૦રપ સુધીમાં શિક્ષણ ક્ષેત્રે સ્થિતિ સારી થશે અને રાજકારણમાં ભાગીદારીમાં સુધારો જોવા મળશે. આ રિપોર્ટ ૭મી જુલાઈએ દિલ્હીમાં જારી કરવામાં આવશે. મુસ્લિમોની આર્થિક-સામાજિક પરિસ્થિતિ અંગે અર્થશાસ્ત્રી અમીર ઉલ્લાહખાન અને ઈતિહાસકાર અબ્દુલ અજીમ અખ્તરે રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં થયેલા ધડાકા વિશે ત્યારબાદ યહૂદીકરણ અને ભેદભાવના વ્યાપક પ્રમાણમાં પ્રસારને લઈને લોકોમાં ચિંતા વધી છે. યુપી જેવા રાજ્યોમાં સુરક્ષા મુદ્દે મુસ્લિમોની ચિંતા વધી છે. અમીર ઉલ્લાહ ખાન મુજબ રાજ્યમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એ વિશે મુસ્લિમોમાં વધુ ચિંતા છે.
બાબરી મસ્જિદ અનેક રાજ્યોમાં આનુ કારણ બની છે. મુસ્લિમો સારું રાજકીય નેતૃત્ય ઈચ્છે છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી અસ્તિત્વનો ખતરો હોવાનું માની રહ્યા છે અને સાવધાન પણ છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, મુસ્લિમો વચ્ચે વ્યાપક પ્રમાણમાં નિરાશા પ્રસરી છે. મુસ્લિમોની મુખ્ય જરૂરિયાત સારું શિક્ષણ છે. એમાં એક નાનકડો ભાગ માત્ર ધાર્મિક શિક્ષણ માટે મદ્રેસાઓમાં મોકલાય છે રિપોર્ટ અનુસાર આ ધર્મ નિરપેક્ષ શિક્ષણનો વિકલ્પ નથી.