રિપબ્લિક ચેનલના જૂઠા દાવાનો થયો ખુલાસો, જામા મસ્જિદનું કોઈપણ વીજળી બિલ બાકી નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
અરનબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક ટીવીએ જામા મસ્જિદના વીજળીના બિલ ભરવાને લઈ એક ફેક ન્યુઝ ચલાવી છે. રિપબ્લિક ચેનલે દાવો કર્યો છે કે જામા મસ્જિદ પર કરોડોનું બિલ ભરવાનું બાકી છે. જેના કારણે બીએસઈએસએ મસ્જિદની વીજળી કાપી નાખી છે. રિપબ્લિકએ પોતાની રિપોર્ટમાં લખ્યું ઈમામ બુખારી પાસે સારી કાર ખરીદવાના પૈસા છે પણ વીજળીના બિલ ભરવાના પૈસા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલોની ચૂકવણી બાકી હોવાને કારણે જામા મસ્જિદની વીજળી કાપવામાં આવી છે. જામા મસ્જિદની અંદર આખું બ્લેકઆઉટ છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટકાર્ડ ન્યુઝ અને હિન્દુવાદી ટ્‌વીટર હેન્ડલને આ ફેક ન્યુઝને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો. સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહેલી આ ખબરની જ્યારે પડતાલ કરવામાં આવી તો માલૂમ પડ્યું કે આ પૂરી રીતે ફેક ન્યુઝ છે. આ જુઠી ખબરને કોઈ ખાસ હેતુ માટે ફેલાવામાં આવી રહ્યો છે. હિન્દુ સમિતિના અધ્યક્ષ તપન ઘોષે આ ખબર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આનાથી સાબિત થાય છે કે મોદીના શાસનમાં ભારત બદલાઈ રહ્યું છે. જ્યારે ઓલ્ટ ન્યુઝએ આ ખબરની હકીકત જાણવા બીએસઈએસના પ્રવક્તાથી વાત કરી તો તેમણે કહ્યું કે બિલ બાકી હોવાને લીધે એવી કોઈ વીજળીની કપાત થઈ નથી. તેમણે કહ્યું કે આ એક ફેક ન્યુઝ છે. જામા મસ્જિદની વીજળીમાં કાપ મૂકવામાં આવ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ પાયાવિહોણી અફવાઓ છે. આ મુદ્દે જ્યારે ઈમામ બુખારીના પુત્ર તારીખ બુખારીથી વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે બીએસઈએસએ વીજળીમાં કોઈપણ પ્રકારનો કાપ મૂક્યો નથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રિપબ્લિક ફૂટેજમાં મસ્જિદમાં અંધારૂં કેમ દેખાઈ રહ્યું છે. તો બુખારીએ કહ્યું હતું કે તેમને નહીં ખબર કે વીડિયો ક્યારે લેવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks