(એજન્સી) નવીદિલ્હી,તા.૨
વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ થોભવોનું નામ નથી લઇ રહ્યો.અર્નબના ચેનલ રિપબ્લિક ટીવીનો પહેલાં જ બહિષ્કાર કરી ચુકેલી કોંગ્રેસ પાર્ટીના નેતા હવે પોતાની પત્રકાર પરિષદના દ્વાર પણ ચેનલના રિપોર્ટરો માટે બંધ કરી દીધા છે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની એક પત્રકાર પરિષદમાં રિપબ્લિક ટીવીના રિપોર્ટરોને પ્રવેશતા રોકવામાં આવ્યાં..આ પત્રકાર પરિષદમાં પ્રવેશતા રોકવામાં આવેલા રિપોર્ટરોએ આ અંગે ચેનલના સ્થાપક અને પૂર્વ પત્રકારને કરી હતી.પાર્ટી ઓફિસ પર હાજર કોંગ્રેસના એક કાર્યકર્તાએ કહ્યું કે રિપોર્ટરને પ્રવેશવાથી અટકાવવામાં આવતાં તેમાંથી એક રિપોર્ટરે ગોસ્વામીનું નામ લઇને અમને ધમકી આપી હતી.રિપોર્ટરને પ્રવેશવાથી અટકાવનાર કોંગ્રેસ કાર્યકર્તાએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમાંથી એક કાર્યકર્તાએ કહ્યું કે અર્નબ ગોસ્વામીએ જે કરોડો રૂપિયા કમાયા છે તે ભ્રષ્ટાચાર દ્વારા કમાયા છે.હકીકતમાં કોંગ્રેસ પાર્ટીની કચેરીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી બેઠક બોલાવવામાં આવી હતી,જે માટે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના બે નવા વિભાગો,ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા અનઓર્ગેનાઇઝ્ડ વર્કર્સ કોંગ્રેસ માટે મંજૂરી આપી હતી.અહેવાલ અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતા શશી થરુરને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે