મુંબઈની સૌથી મોંઘી ગણાતી ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં રિક્ષાવાળાના પુત્રને ઓપન હાર્ટ સર્જરી માટે દાખલ કરાયો

અભિનેતા એજાજખાન અને સાથી મિત્રોની લડતના પગલે

લડતને પગલે તાહિરને ન્યાય મળ્યો, અન્ય બાળકો માટે પણ લડત જારી

 

(અતીક શેખ દ્વારા)                                           વડોદરા, તા.૨૫

મુંબઈની સૌથી માંેઘી ગણાતી એવી ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરી સારા માણસોએ ગરીબ લોકોની મદદ માટે આગળ આવી તેમને પુરતી મદદ કરવી જોઈએ તેમ એક રીક્ષાવાળાના પુત્રની ઓપન હાર્ટ સર્જરી કરાવવા આંદોલન કરી હોસ્પિટલ બહાર જ ધરણાં બેસી જનાર પ્રખ્યાત અભિનેતા એઝાઝખાને ગુજરાત ટુડે સાથેની ટેલીફોનીક વાતચીતમા જણાવ્યું હતું. કે છેલ્લા બાર દિવસથી હું અને મારા સાથીઓ ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ બહાર ધરણાં પર બેસી ગરીબ રીક્ષાવાળાના પુત્ર તાહીર કે જેનું હાર્ટ ટ્રાન્સપલાન્ટ કરાવવાનું છે તેમજ અન્ય દર્દીઓને થઈ રહેલી હાલાકી બાબતે લડી રહૃાા છે. અમે અમારા ફાઉન્ડેશન અલ્લાહ કે બંદે દ્વારા આ ગરીબ દર્દીઓને સહાય કરી તેમની સારવાર માટે પ્રયત્નો કરી રહૃાા છે. ધીરૂભાઈ અંબાણી સહિત મોટીમોટી હોસ્પિટલોમાં માત્ર પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે. જ્યારે ગરીબો માટે આવી હોસ્પિટલોમાં કોઈ સ્થાન નથી. ગરીબ રીક્ષાવાળાનો પુત્ર તાહીરને જ્યારે અમે સારવાર અર્થે લાવ્યા તો તબીબોએ અન્ય સ્થળે લઈ જવા જણાવ્યું જે બાદ મંે અને મારા સાથીઓએ આવા દર્દીઓને ન્યાય અપાવવા ઝુંબેશ શરૂ કરી અને લોકોને સારવાર મળી રહે તે માટે પ્રયત્નો કરી તબીબોની દાદાગીરી રોકવા છેલ્લા બાર દિવસથી અંબાણી હોસ્પિટલની બહાર ધરણાં કરી રહૃાા છે. અમારી લડતને પગલે તાહીરને ન્યાય મળ્યો અને તેને હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં તબીબોએ દાખલ કરી તેની સારવાર શરૂ કરી છે. આ ઉપરાંત મુંબઈના એક બાળક તેમજ ધ્રુવ નામના બાળક સહીત અત્યારે ૧૫ જેટલા દર્દીઓ માટે અમે લડત ચલાવી રહૃાા છે. અને અમારા ફાઉન્ડેશન  અલ્લાહકે બંદે દ્વારા અમે આવા બાળકોને દર્દીઓને મદદ કરી રહૃાા છે.અમને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહૃાો છે.અને લોકો પણ આવા ગરીબ દર્દીઓને મદદ માટે આગળ આવી રહૃાા છે. પરંતુ હજી પણ આ દર્દીઓની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ હોવાથી અમે લોકોને અપીલ કરી રહૃાા છે. કે તેઓ વધુમાં વધુ આગળ આવે  અને ગરીબ દર્દીઓને મદદ કરે. સલમાનખાનના બીઈંગ હૃાુમન ફાઉન્ડેશનમાં પણ યોગ્ય પ્રતિસાદ નહીં મળતા દર્દીઓ અમારી પાસે આવી રહૃાા અને અમે મદદ કરી રહૃાા છે. હું સલમાનખાનને અપીલ કરું છું કે આ બધી વસ્તુ તેમની જાણમાં નહી હોય પરંતુ તેમની સંસ્થાના સ્ટાફ દ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને પુરતી સહાય આપવામાં આવી રહી ન હતી. જેથી તેઓ પોતે વધારે રસ દાખવી આવા દર્દીઓ સાથે અન્યાય ન થાય તેની કાળજી રાખે તેવી અપીલ હું કરું છું. અત્યારે મહારાષ્ટ્ર સહિત અન્ય સ્થળો અને વડોદરાથી પણ કેટલાક કેસો મારી પાસે આવ્યા છે. જેમને અમે મદદ કરી રહૃાા છે.અને અમે તેમને જરૂરથી તેમના માટે લડત કરી આ તબીબોની હોસ્પિટલની દાદાગીરી બંધ કરાવી યોગ્ય સારવાર અપાવીશું. હાલમાં અમને મીડીયા કે કોઈપણ મોટા લોકોનો સાથ મળી રહૃાો નથી. પરંતુ અમે હારવાના નથી અને ગરીબ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને અલ્લાહના માટે આ કામ કરતા રહીશું તેમ અભિનેતા એઝાઝખાને ગુજરાત ટુડે સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts