રિસાઈને પિયર ચાલી ગયેલ પત્નીને અન્ય યુવક સાથે પતિએ રંગેહાથ ઝડપી

સુરત, તા.૨૫
સુરત શહેરના મોટા વરાછા ખાતે એક ફલેટમાંથી પિયર ચાલી ગયેલી પત્નીને અન્ય યુવક સાથે પતિએ રંગે હાથ ઝડપી હતી. પોલીસ અને પરિવારના સભ્યો સાથે પતિએ રેડ કરી હતી. જેમાં પત્ની આબાદ ઝડપાઈ ગઈ હતી. ત્યારબાદ તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જોકે, પોલીસે તમામના નિવેદન લઈને પત્ની અને યુવકને રવાના કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ પાલિતાણાના જગદિશ રમજીભાઈ સુરતિયા કાપોદ્રા ખાતે રહે છે. તેના લગ્ન ૬ વર્ષ પહેલાં રીમા (નામ બદલ્યુ છે) નામની યુવતી સાથે થયા હતા અને તેમને એક પાંચ વર્ષની દીકરી પણ છે. લગ્ન બાદ જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. દરમિયાન આઠ મહિના પહેલાં પત્ની દાગીના, રોકડ સહિત ૫ લાખનો મુદ્દામાલ લઈને પિયર ચાલી ગઈ હોવાનું આરોપ મૂક્યો હતો. જેથી પતિએ સમાજના અગ્રણીઓ સાથે મળી પત્નીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીને પરત લાવવાનો પ્રયાસ ચાલતો હતો દરમિયાન પતિને જાણ થઈ હતી કે, પત્ની સુરતમાં જ કોઈ યુવક સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. જેથી પતિ પોલીસ અને સમાજના લોકો સાથે મોટા વરાછા ખાતે એક ફલેટમાં ગયા હતા. દરમિયાન પત્ની અન્ય યુવક સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ હતી અને તેણે કબૂલાત કરી હતી કે, તે યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી રહે છે. યુવક હિરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પતિ-પત્ની અને યુવકને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તમામના પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યા હતા અને પત્ની અને યુવકને રવાના કરી દેવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks