Ahmedabad

જમાલપુર વોર્ડ માટે ગત વર્ષે મ્યુનિ.એ મંજૂર કરેલા ૧૪માંથી પ રોડ રિસરફેસ કર્યા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર વોર્ડમાં વિવિધ ૧૪ રોડ રીસરફેસ કરવા જનરલ બજેટમાંથી મંજૂરી મળ્યા છતાં છેલ્લા એક વર્ષમાં ૧૪માંથી માત્ર પ રોડ જ રીસરફેસ કરવામાં આવ્યા છે. આથી જમાલપુરના મ્યુનિ.કાઉન્સિલર શાહનવાઝ શેખે કલેકટરને રજૂઆત કરતાં કલેકટરે મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જમાલપુર વોર્ડના જમાલપુર દરવાજાથી મુંડા દરવાજા, કાચની મસ્જિદ, આસ્ટોડિયા દરવાજા, પીળી બિલ્ડીંગથી ચૌધરીવાસ, મચ્છીપીર, ખાંડની શેરી, ખાનપુર દરવાજા, ખાનપુર ચકલા, ખાનપુર ભીસ્તીવાડ રોડ, ગન હાઉસથી એર ઈન્ડિયા કોર્નર, દિનબાઈ ટાવરથી જેપી ચોક, રાયખડ ચાર રસ્તાથી હવેલી રોડ, ખાનજહાન દરવાજાથી જમાલપુર દરવાજા સુધીનો રોડ અને રાયખડ કાદરીની ચાલીથી પથ્થરવાલી મસ્જિદ થઈ પેશન્ટ હાઉસ સુધીનો રોડ રીસરફેસ કરવા વર્ષ ર૦૧૭-૧૮ના જનરલ બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે જમાલપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખે કલેકટર ડૉ.વિક્રાંત પાંડેને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે મંજૂર થયેલ ૧૪માંથી પાંચ રોડ જ બનાવવામાં આવ્યા છે. બાકીના રોડ ન બનાવાતા શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે વારંવાર વોર્ડના આસિસ્ટન્ટ એન્જિનિયરથી મ્યુનિ.કમિશનર સુધી લેખિતમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ રોડ બનાવાયા નથી. આ રજૂઆતને ધ્યાને લઈ કલેકટરે ગત તા.ર૬-૭-ર૦૧૮ના રોજ મ્યુનિ.કમિ.ને પત્ર પાઠવી નિયમાનુસાર ઘટતી કાર્યવાહી કરી મ્યુનિ.કાઉન્સિલરને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા વિનંતી કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.