National

પ્રખ્યાત બોલિવુડ અને ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનું મુંબઈમાં નિધન

મુંબઈ, તા.૧૭
હિન્દી અને ગુજરાતી ફિલ્મો તેમજ ટીવી સિરિયલોનાં અભિનેત્રીના પ્રખ્યાત અભિનેત્રી રીટા ભાદૂરીનું મુંબઈમાં અવસાન થયું છે. તેઓ કિડનીની બીમારીથી પીડાતાં હતાં અને છેલ્લાં ૧૦ દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતાં. તેઓ ૬૨ વર્ષના હતા.
રીટા ભાદૂરીને વિલે પારલેની સુજય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમણે ગઈકાલે મધરાત બાદ લગભગ ૧.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારબાદ એમનાં પરિવારજનો વહેલી સવારે લગભગ ૪ વાગ્યે રીટાનાં પાર્થિવ શરીરને હોસ્પિટલમાંથી લઈ ગયા હતા.
બપોરે ૧ર કલાકે પારસીવાડા ચકલા અંધેરી પૂર્વના સ્મશાન ગૃહમાં તેમના અંતિમસંસ્કાર થયા, ત્યાં સુધી તેમનાં પાર્થિવ દેહને ડી-૭/૪ જલનિધિ બાંગુરનગર ગોરેગાંવ વેસ્ટમાં, બરૂન મુખરજીના ઘરે અંતિમ દર્શનાર્થે રખાયો હતો. રીટા ભાદૂરીને છેલ્લાં કેટલાક સમયથી બીમારી વધતાં દર બીજા દિવસે ડાયાલિસીસ પર જવું પડતું હતું. આટલી ખરાબ તબિયત વચ્ચે પણ તેઓ પોતાનું શૂટિંગ પૂરું કરતાં હતાં. જેના કારણે તેમની સગવડ પ્રમાણે નીમકી મુખિયાની તેમની ભૂમિકાનું શૂટિંગ પૂરું કરવામાં આવતું હતું.
હાલની પેઢી તેમને ટીવી એકટ્રેસના રૂપમાં જાણે છે પરંતુ તેઓએ અનેક ગુજરાતી ફિલ્મો સહિત હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેમણે અનેક ઇનામ મેળવ્યા હતા.
પાંચ દાયકાની કારકિર્દીમાં રીટા ભાદૂરીએ ‘રાજા’, ‘જુલી’, ‘બેટા’, ‘કભી હાં કભી ના’, ‘ક્યા કેહના’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘મૈં માધુરી બનના ચાહતી હૂં’, ‘નાગીન ઔર સુહાગન’, ‘સાવન કો આને દો’ જેવી ૭૦થી વધુ ફિલ્મોમાં મહત્ત્તવની સહાયક ભૂમિકાઓ ભજવી હતી, તેમણે આ ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી – ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘પ્રીત ઘેલા માનવી’, ‘સંસાર ચક્ર’, ‘પીઠી પીળી ને રંગ રાતો’, ‘વાગી પ્રેમ કટારી’, ‘કેવી રીતે જઈશ’, ‘ગરવી નાર ગુજરાતણ’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘પારકી જણી’, ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ વગેરે.
રીટાનાં નિધનનાં સમાચારને અભિનેતા શિશિર શર્માએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.