(એજન્સી) રાંચી,તા.૨૧
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને ઝેડ સુરક્ષા મળેલ છે.ઘર પર અલગથી પોલીસ દળ છે.આમ છતાં તેની પત્ની આત્મરક્ષા માટે પિસ્તોલ લેવા ઇચ્છે છે અને તેણે તેના માટે અરજી કરી છે. અરજી પર જિલ્લા પોલીસે સકારાત્મક ટિપ્પણીની સાથે ઉપાયુકતની પાસે નિર્ણય માટે મોકલી આપી છે. સાક્ષી ધોનીએ પ્વાઇટ ૩૨ પિસ્તોલ માટે અરજી આપી છે.સાક્ષીની અરજી આર્મ્સ લાઇસેંસને લઇને છે સાક્ષી ધોનીએ કહ્યું કે તે વધુ સમય ઘરમાં એકલી રહે છે ખાનગી કામથી એકલી અહી ં તહી જાય છે આથી અવિલંબ હથિયાર ખરીદવાનું લાઇસેંસ આપવામાં આવે. ધોનીની પાસે પિસ્તોલનું લાઇસેંસ પહેલા જ છે.પોલીસ તપાસ બાદ સાક્ષીની ફાઇલ હવે ઉપાયુકત પાસે છે જેથી તેને તાકિદે આર્મ્સ લાઇસન્સ જારી કરી દેવામાં આવે.પોલીસ રિપોર્ટ અનુસાર સાક્ષી ધોનીની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તેને લાઇસન્સ આપવાની ઇચ્છા વ્યકત કરી છે. ફાઇલ પર તેજ ગતિથી કામ થયું છે અને પોલીસ સ્તરના પદાધિકારીઓથી લઇ ડીએસપી, સિટી એસપી, એસએસપી સ્તર સુધી તપાસ પુરી કરી લેવામાં આવી છે. સાક્ષીએ આર્મ્સ લાઇસન્સ માટે આ અરજી ફેબુઆરી મહિનામાં આપવામાં આવ્યું હતું. હવે જિલ્લા પ્રશાસનથી તપાસ પુરી થયા બાદ સાક્ષી ધોનીને આર્મ્સ લાઇસન્સ જારી કરી દેવામાં આવશે ધોની હાલ શહેરથી દુર રાતુના દલાદલી વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસમાં બનેલ ભવ્ય નિવાસમાં રહે છે. અહીં તેની સુરક્ષા માટે સાત જવાન તહેનાત છે. તેની પત્ની નિવાસથી કયાંય જાય છે તો પોલીસને જાણકારી આપવામાં આવે છે અને તાકિદે સુુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે.