(એજન્સી) તા.૩૦
રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ મધ્યયુગના ભક્તિ કવિ સંત કબીરની જન્મજયંતીએ આયોજિત કાર્યક્રમમાં ઈતિહાસને ખોટી રીતે રજૂ કરતા નિવેદનો કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. મગહરમાં આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ગુરૂ નાનક, સંત કબીર અને ગુરૂ ગોરખનાથે અહીં એકત્ર થઈ આધ્યાત્મિક ચર્ચા કરી હતી. શિવાનંદ તિવારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘શુક્રવારે ઉત્તરપ્રદેશના મગહરમાં વડાપ્રધાને આપેલા ભાષણના વીડિયોમાં તે સ્પષ્ટ રીતે કહેતા સંભળાય છે કે, આ એ જ જગ્યા છે જ્યાં સંત કબીર, ગુરૂનાનક અને સંત ગોરખનાથ સાથે બેસી આધ્યાત્મિક ચર્ચા કરી હતી.’ તિવારીએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાને આપણને જાણકારી આપવી જોઈએ કે, આવું કઈ રીતે શક્ય છે. ગોરખનાથનો જન્મ ૧૧મી સદીમાં થયો હતો. સંત કબીરના જન્મની ઓછામાં ઓછી ચાર સદી પહેલાં ગુરૂનાનક, કબીર કરતા થોડા દશક નાના છે અને તેમની બેઠક કોઈ ઐતિહાસિક તથ્ય કે માન્યતા નથી’ તિવારીએ કહ્યું હતું કે, હવે આ સમય આવી ગયો છે કે, વડાપ્રધાન ઐતિહાસિક ઘટનાઓ શોધવાની તેમની વતિ છોડી છે.