(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીન્દરકુમાર ધવનનું સોમવારે નવી દિલ્હી ખાતે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. ધવન ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ઘણા નજીકના મનાતા હતા. તેઓ ઇન્દિરા ગાંધીના અંગત સલાહકાર તરીકે સાથે જોડાયા હતા. ધવન ૧૯૬૨માં પૂર્વ વડાપ્રધાન સાથે જોડાયા હતા અને ૧૯૮૪માં તેમની હત્યા થઇ ત્યાં સુધી તેમની સાથે જ હતા. ૧૯૭૫-૭૭ દરમિયાન ઇમરજન્સીના વર્ષો દરમિયાન પૂર્વ વડાપ્રધાનની સાથે રહેલા લોકોમાં સામેલ હતા. અંબિકા સોની અને કમલનાથ સહિત ધવન તે સમયના ચાવીરૂપ નેતા હતા.
Facebook
0
Twitter
0