Sports

દુનિયાનો નંબર-૧ ટેસ્ટ બેટ્‌સમેન બન્યો ટેનિસ સ્ટાર રોજર ફેડરર

ન્યુ દિલ્હી,તા.૧૦
ક્રિકેટની રમતમાં હંમેશા તમે બેટ્‌સમેન અને બોલરોને નંબર-૧ રેન્કિંગ પર પહોંચતા જોયા હશે પણ શું તમે ક્યારેય કોઈ ટેનિસ સ્ટારને નંબર ૧ બેટ્‌સમેન બનતા જોયો છે? જો નથી જોયા તો આ સમાચાર તમારા માટે છે. દુનિયાના દિગ્ગજ ટેનિસ સ્ટારમાંથી એક રોજર ફેડરર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ બેટ્‌સમેન બની ગયો છે. આ મામલો રોજર ફેડરરના એક ક્રિકેટ શોટના કારણે બન્યો છે.વિમ્બલડનના ચોથા રાઉન્ડમાં રોજર ફેડરર ફ્રાન્સના એડ્રિયાન મેનારિનો સામે મુકાબલો રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફોરવર્ડ ડિફેન્સ શોટ રમ્યો હતો. વિમ્બલડનના ટિ્‌વટર એકાઉન્ટ પર આ વીડિયોને ટિ્‌વટ કરીને આઈસીસીને પુછ્યું કે તમે ફેડરરના આ ટેલેન્ટને કેવી રીતે આંકો છો. આની ઉપર આઈસીસીએ તરત જવાબ આપતા તેને નંબર વન બેટ્‌સમેન ગણાવી દીધો હતો. આઈસીસીએ
વર્લ્ડ નંબર-૨ સ્વિટ્‌ઝર્લેન્ડનો રોજર ફેડરર વિમ્બલડનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ફેડરરે ચોથા રાઉન્ડમાં એડ્રિયાનને ૬-૦, ૭-૫, ૬-૪થી હરાવ્યો હતો. આ મેચ એક કલાક અને ૪૫ મિનિટ ચાલી હતી. ફેડરર આગામી મુકાબલામાં ફ્રાન્સના ગેલ મોનફિલ્સ અને દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન વચ્ચે યોજાનાર મેચના વિજેતા સામે ટકરાશે.