રોહિંગ્યા મુસ્લિમો મામલે મ્યાનમાર સરકાર વિરૂદ્ધ પગલાં લેવા આયાતોલ્લાહ ખામેનઇની અપીલ

(એજન્સી) તેહરાન, તા. ૧૨
ઇસ્લામિક ક્રાંતિના નેતા આયાતોલ્લાહ સૈયદ અલી ખામેનઇએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશમાં લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો પર મોતનો ઓછાયો બનીને તૂટી પડેલી મ્યારમારની ક્રૂર સરકાર વિરૂદ્ધ રાજકીય અને આર્થિક દબાણ સર્જવા ઇસ્લામિક દેશોને આહ્‌વાન કર્યું છે. આયાતોલ્લાહ ખામેનઇએ જણાવ્યું હતું કે, મ્યાનમારની કટોકટીનો અંત લાવવા માટે ઇસ્લામિક દેશો દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ઇરાનના સર્વોચ્ચ નેતાએ જણાવ્યું હતું કે, રાજકીય પગલાંનો અર્થ લશ્કરી કાર્યવાહી નથી. પરંતુ તેના બદલે ઇસ્લામિક દેશોએ મ્યાનમાર પર રાજકીય તથા આર્થિક દબાણ સર્જવાની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આ નરસંહાર મામલે અવાજ ઉઠાવવો જોઇએ.રોહિંગ્યા મુસ્લિમોને કેન્દ્રીત કરી મ્યાનમાર સરકાર તેમના પર તૂટી પડી છે. અહેવાલો અને નજરે જોનારા સાક્ષીઓ અનુસાર આ ભયાનક હિંસા રોહિંગ્યા મુસ્લિમો પર તવાઇ લાવી દીધી છે. મ્યાનમારની સેના અને બુદ્ધિસ્ટો રોહિંગ્યા મુસ્લિમો પર કેર બનીને તૂટી પડ્યા છે અને તેમની હત્યા તથા બળાત્કારની સેંકડો ઘટનાઓને અંજામ આપ્યું છે તથા તેમના મકાનોને પણ બાળી નાખ્યા છે. મ્યાનમારની સરકારે જણાવ્યંુ છે કે, તાજેતરની હિંસામાં આશરે ૪૧૦૦ રોહિંગ્યા મુસ્લિમો મોતને ભેટ્યા છે જોકે, સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે, મોતનો આંકડો આશરે ૧૦૦૦થી પણ વધુ છે. દરમિયાન આયાતોલ્લાહ ખામનેઇએ બની બેઠેલા માનવ અધિકારવાદીઓ સામે પ્રહાર કરતા તેમના મૌનની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મ્યાનમારમાં પ્રવર્તતી હિંસા એક રાજકીય બાબત છે અને તેને મુસ્લિમો અને બુદ્ધો સાથે જોડીને જોવામાં ન આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks