રોહિંગ્યા મુસ્લિમો પર કરવામાં આવેલા હુમલામાં સંડોવણી બદલ શ્રીલંકાએ છ લોકોની ધરપકડ કરી

(એજન્સી) તા.ર
શ્રીલંકા પોલીસે ગત અઠવાડિયે બૌદ્ધભિક્ષુઓના નેતૃત્વમાં રોહિંગ્યા મુસ્લિમો પર હુમલો કરનારાઓ પૈકી છ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ જાણકારી આપી હતી. સરકારે આ બૌદ્ધભિક્ષુઓ પર મંગળવારે કોલંબોના બાહ્ય વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમોના એક કેન્દ્ર પર હુમલો કરવા દરમિયાન પશુવત આચરણ કરવાનો આરોપ મૂક્યો છે. આ ઘટનાની તપાસમાં જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે અમે એવા બૌદ્ધ લોકોની ઓળખ કરી લીધી છે. જેમણે આ હુમલાની આગેવાની કરી હતી તેવા લોકોની ધરપકડ કરવા માટે અમે બે ટીમની રચના કરી છે.
મંગળવારે બૌદ્ધભિક્ષુઓ અને તેમના સમર્થકોએ રોહિંગ્યા મુસ્લિમોના કેન્દ્ર પર પથ્થરમારો કર્યો હતો અને બારીઓના કાચ તોડી ફર્નિચર પર તોડી નાખ્યો હતો. આ હુમલા બાદ બે પોલીસ અધિકારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ વ્યક્તિ તથા એક મહિલાની ધરપકડ અગાઉ પણ કરવામાં આવી ચૂકી છે. એક સરકારી અધિકારી અનુસાર અનેક પોલીસ અધિકારી આ હિંસાને અટકાવવામાં નિષ્ફળ રહેવા અંગે તપાસના ઘેરામાં આવી ગયા છે.
પાંચ મહિના અગાઉ આ શરણાર્થીઓ શ્રીલંકા પહોંચ્યા હતા. તેમની હોડી જ્યારે સમુદ્રમાં ફસાઇ હતી ત્યારે નૌકાદળે તેમને બચાવ્યા હતા.
તમને જણાવી દઇએ કે શ્રીલંકામાં વસતાં બૌદ્ધ કટ્ટરવાદીઓ મ્યાનમાર સાથે નજીકના સંબંધો ધરાવે છે. આ બંને સમૂહો એકબીજાના દેશોમાં મુસ્લિમો પર દમન ગુજારવામાં માને છે. મ્યાનમારમાં તો મુસ્લિમો સરકાર તથા સૈનિકો દ્વારા આચરવામાં આવતી હિંસાથી જ પરેશાન છે. જોકે બૌદ્ધ સમુદાયના લોકો પણ તેમને ભરપૂર ટેકો આપે છે. જોકે છેલ્લે ર૦૧૬થી આ બંને સમુદાયો વચ્ચે હિંસક ઘટનાઓ વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે હાલમાં રપ ઓગસ્ટથી મ્યાનમારમાં શરૂ થયેલી હિંસાને પગલે પ લાખથી વધુ શરણાર્થીઓ બાંગ્લાદેશમાં શરણાર્થી બનવા મજબૂર થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks