
બર્માના રોહિંગ્યા મુસલમાનો પર ગુજારવામાં આવી રહેલા અમાનુષી અત્યાચાર અને હજારો મુસલમાનોની કતલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ તરફથી અમદાવાદના સરદાર બાગમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુફતી અબ્દુલકૈયુમ, પ્રો. નિશાર અહેમદ અન્સારી, મૌલાના મોહમ્મદ અખ્તર રિઝવી, બદરૂદ્દીન શેખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા. તમામ આગેવાનોએ એકસૂરે રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમ અને અત્યાચારને વખોડી કાઢ્યો હતો.
Facebook
0
Twitter
0