રોહિંગ્યાઓ દેશની સુરક્ષા માટે ભય શરણાર્થી તરીકે ભારતમાં નહીં રહી શકે, સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અમે રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં શરણાર્થી તરીકે વસવાટ કરવાની પરવાનગી નહીં આપી શકીએ કારણ કે એ દેશની સુરક્ષા માટે ભય ઊભો કરનારાઓ છે. એમનો દુરૂપયોગ દેશ અને વિદેશના આતંકી સંગઠનો દેશમાં અરાજકતા ફેલાવવા કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાંં સોગંદનામું દાખલ કરી ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ગુપ્તચર એજન્સીઓ એ સલાહ આપી છે કે રોહિંગ્યાઓ ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલ છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો કે રોહિંગ્યા ત્રાસવાદી સંગઠનો જમ્મુ, દિલ્હી, હૈદરાબાદ અને મેવાતમાં સક્રિય છે અને ઈસ્લામિક સ્ટેટ એનો દુરૂપયોગ કરી શકે છે. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી એમને દેશમાંથી દૂર કરવું અનિવાર્ય છે. ગેરકાયદેસર વસાહતીઓને ભારતમાં રહેવાનો અધિકાર નથી. આ પહેલાં યુએન માનવ અધિકારના અધિકારી ઝૈદે ભારતના આ વલણની આલોચના કરી હતી. એમણે કહ્યું હતું કે ભારતમાં ચાલી રહેલ ઘટનાઓથી હું ચિંતિત છું. ભારત રોહિંગ્યાઓને એ સમયે જતા રહેવા જણાવે છે. જ્યારે એમના દેશ મ્યાનમારમાં એમની સામે ફેલાયેલી હિંસા ચરમસીમાએ છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ભારતની ફરજ છે. ભારત સામૂહિક રીતે લોકોને દેશથી બહાર નહીં મોકલી શકે જ્યારે એમના દેશમાં એમને જીવનું જોખમ હોય. યુએનની ગણતરી મુજબ ૪૦ હજાર રોહિંગ્યાઓ ભારતમાં વસવાટ કરી રહ્યા છે. જેમાંથી ૧૬ હજાર લોકોને શરણાર્થી તરીકેના દસ્તાવેજો મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks