(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંગે કહ્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદેસર સ્થળાંતર કરી આવ્યા છે. તેઓ શરણાર્થી નથી. તેથી તેમને ભારતમાં શરણ માટેની અરજી વિચારી શકાય નહીં. ગૃહમંત્રી રાજનાથસિંગ અત્રે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા આયોજિત (NHRC)ના એક સેમિનારમાં બોલી રહ્યા હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, શા માટે કેટલાક લોકો રોહિંગ્યા મુસ્લિમોને પરત મોકલવાનો વિરોધ કરે છે જ્યારે મ્યાનમાર તેમને સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, રોહિંગ્યાને પાછા મોકલવાની પ્રક્રિયામાં કોઈ આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ થતો નથી. કારણ કે યુનોના ૧૯પ૧ના શરણાર્થી અંગેના સંમેલનમાં તે અંગે કોઈ સહી કરાઈ નથી. હાલમાં કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરી રોહિંગ્યા મુસ્લિમોનો આતંકવાદીઓ સાથે સંપર્ક હોવાનું જણાવ્યું હતું તેથી તે દેશ માટે ખતરારૂપ છે.