Sports

સિક્સર ફટકારવાના મામલામાં રોહિત તેંડુલકર-ગાંગુલીને પાછળ છોડી શકે

ગૌહાટી,તા.૨૦
આ સિરીઝમાં રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સિક્સરો લગાડવાના મામલામાં સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાના વન-ડે કરિયરમાં ૧૮૬ સિક્સરો ફટકારી છે. ત્યાં જ સચિન તેંદુલકરના નામે ૧૯૫ અને સૌરવ ગાંગુલીના નામે ૧૯૦ સિક્સર છે. રોહિત શર્મા હવે સૌરવ ગાંગુલીથી માત્ર ૪ જ્યારે સચિનથી ૯ સિક્સર પાછળ છે.હવે જે રીતે તેણે એશિયા કપમાં બેટિંગ કરી છે, તેને જોઇ એ જ લાગી રહ્યું છે કે, તે આ બંન્ને દિગ્ગજોથી આ જ સિરીઝમાં પાછળ છોડી દેશે.. જોકે, મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડવા માટે તેને વધારે સમયની રાહ જોવી પડશે. ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માર્યા છે. ૩૨૭ મેચો રમીને ધોનીએ ૨૧૭ સિક્સરો ફટકારી છે.ત્યાં જ વન ડે ઇતિહાસમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરિદીના નામે છે. અફરિદીએ પોતાના વન ડે કરિયરમાં ૩૯૮ મેચોમાં ૩૫૧ સિક્સરો મારી છે.
રોહિતે અત્યાર સુધીમાં પોતાની વન-ડે કરિયરમાં ૧૮૮ મેચોમા ૪૬થી વધારે સરેરાશથી ૭૦૬૫ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૯ સદી અને ૨૬ હાફ સેંચુરી ફટકારી છે. રોહિત વન ડે ઇતિહાસમાં ૩ બેવડી સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્‌સમેન છે.