વડાપ્રધાનની ધર્મ પત્નીએ ગરીબ મિસ્કીનોને ખજૂર ખવડાવી રોજા ઈફતાર કરાવ્યા

અમદાવાદ,તા.૧૩
પવિત્ર રમઝાન માસ નિમિત્તે માં ગ્રુપ અને માં ડેવલપર્સના ઉપક્રમે રોજા ઈફતારનો એક કાર્યક્રમ હનુમાન ગલી, મીરઝાપુર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ પત્ની જશોદાબેને ગરીબ-મિસ્કીનોને ખજૂર ખવડાવી રોજા ઈફતાર કરાવ્યા હતા. આ પ્રસંગે માં ડેવલપર્સના અગ્રણી મૈયુભાઈ મેમણ ખાસ ઉપસ્થિત રહી સર્વે ગરીબ મિસ્કીનોને ભરપેટ ભોજન કરાવ્યું હતું. ગરીબ-મિસ્કીનો માટે પ્રથમવાર જ અમદાવાદના આંગણે રોજા ઈફતારનો કાર્યક્રમ યોજાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks