(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૧
વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકારી પરિષદની બીજી બેઠકમાં રોજગારી સર્જન, સામાજિક ક્ષેત્રના વિકાસ માટેની એક નિશ્ચિત રૂપરેખા ઘડવામાં આવી. ચેરમેન વિબેક ડેબ્રો દ્વારા બેઠકનું અધ્યક્ષપદ સંભાળવામાં આવ્યું. તેમાં ડો.શમિકા રવિ, સીનિયર ફેલો ઓફ ગર્વનન્સ સ્ટડ્યી પ્રોગ્રામ હાજર રહ્યાં હતા. આર્થિક સલાહકારી પરીષદમાં બેઠકમાં પંદરમા નાણા કમિશનનુ માળખું ઘડવાની ભલામણ કરવામાં આવી. કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા બીજા નિર્ણયોમાં નવી આર્થિક ટ્રેકિંગ મોનીટરની ડીઝાઈન ઘડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે આર્થિક અને સામાજિક પૃથ્થકરણોની વાત પણ ધ્યાનમાં લીધી. આર્થિક સલાહકારી પરીષદની બીજી બેઠકમાં રોજગારી સર્જન, સામાજિક ક્ષેત્રના વિકાસ માટેની એક નિશ્ચિત રૂપરેખા ઘડવામાઆવી. ઈએસી પીએણ ડો.ડેબ્રોએ માળખાકીય સુવિધાઓની વિકાસ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ વડાપ્રધાન મોદીની મંજૂરીથી આ પરિષદની રચના કરવામાં આવી હતી. કાઉન્સિલની પહેલી બેઠકમાં દશ મુદ્દાઓની ઓળખ કરવામાં આવી જેની આસપાસ કાઉન્સિલ પરીષદના રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો. પરીષદની બીજી બેઠકમાં રોજગારી સર્જન અને સામાજિક સેક્ટરના વિકાસ માટેની સર્વાંગી રૂપરેખા ઘડવામાં આવી. પહેલી બેઠકમાં મંત્રાલયો, રાજ્યો, નિષ્ણાંતો, ખાનગી સેક્ટરો અને હિતધારકો તથા મહત્વના હિતધારકોને સમાવતી સલાહકારી પ્રણાલી દ્વારા ગ્રુપ દ્વારા તેને વિકસીત કરવામાં આવ્યું હતું. ઈએસીએ તેની બેઠકમાં પંદરમાં નાણા પંચની રૂપરેખા ઘડવા માટેની ભલામણ કરી હતી.