અંકલેશ્વર : ૮ મહિલાઓ પાણી પીવાના બહાને કંપનીમાં ઘૂસી : રોકડ ચોરાઈ

અંકલેશ્વર, તા. ૧૮
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલી એમકો ડાયસ્ટફ પ્રા. લિમિટેડમાં ૭ થી ૮ જેટલી ભીક્ષુક જેવી લાગતી મહિલાઓએ કંપનીમાં આવી શોધખોળ કરતી હતી. જેમને ઓફિસમાં રહેલા રામઅવધ યાદવે જોતાં મહિલાઓને ટકોર કરતા તેઓએ પીવાનું પાણીનું માગ્યું હતું. બાદમાં કેટલીક મહિલાઓ તેમને તથા કર્મચારીને વાતોમાં વ્યસ્ત રાખી અન્ય મહિલાઓએ બાજુની ઓફિસમાં જઈને નજર ચૂકવી કંપનીની ઓફિસમાં ઘુસીને ડ્રોવરમાં મુકેલા ૨૪ હજાર રોકડા રૂપિયા કાઢી લીધા હતા.
બહાર આવ્યા બાદ ટેમ્પામાં બેસી તમામ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી. તેમના ગયા બાદ અંદર ચેક કરતાં રોકડ રકમ ગાયબ હતી. ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક મહિલા ડ્રોવરમાં રોકડ રકમની ચોરી કરી લઇ જતાં સીસીટીવીમાં નજરે પડી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તેમાં નજરે પડતી મહિલાઓની ટોળકીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts