જૂનાગઢમાં દુનિયાના સૌથી મોટા રૉપ-વેનું કામ એપ્રિલમાં પૂરૂં થાય તેવી સંભાવના

જૂનાગઢ, તા.૨૯
જૂનાગઢના ડ્રીમ પ્રોજેક્ટ એવા રોપ-વે ની કામગીરી ફુર જોરશોરથી ચાલી રહી છે. રોપવે માટેના ત્રણ ફેસમાં સમાન આવશે, જેના ભાગરૂપે પ્રથમ ફેસનો સમાન આવી ગયો છે. આ રોપ-વે અંગે રાજ્ય સરકાર તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ આગામી એપ્રિલ મહિનામાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે.જૂનાગઢની કરોડોના ખર્ચે ગીરનાર રોપવેની કામગીરી ચાલી રહી છે. જેમાં રોપવે માટેના ફાઉન્ડેશનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ૯૦૦ મીટરનો ઉંચો બનાવવામાં આવતો આ રોપવે માટે ૯ પિલર ઉપર તૈયાર કરવામાં આવશે. દુનિયાનો સૌથી મોટો રોપવે અહીં નિર્માણ પામી રહ્યો છે. જે આગામી એપ્રિલ મહિનામાં તૈયાર થાય તેવી શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં એક સાથે ૮ લોકો જઈ શકે તેવી ટ્રોલી મૂકવામાં આવશે. જૂનાગઢની તળેટીથી અંબાજી સુધી જવા માટે ૧૦ મિનીટનો સમય લાગશે.
સૌથી મહત્વની વાત એ છે કે ગીરનાર રોપ-વે ભારતનો સૌથી મોટો રોપ-વે બની રહેશે. ભવનાથ તળેટીથી અંબાજીના શીખરની ઊંચાઇ ૩૩૦૦ ફૂટ છે. રોપ-વે ૨૨૩૦ મીટર એટલે કે અંદાજે ૨.૩ કિલોમીટરની લંબાઇનો બનશે. દરેક ટ્રોલીમાં આઠ થી દસ મુસાફરો બેસી શકશે. એક કલાકમાં એક હજાર મુસાફરોનું વહન કરી શકાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks