જાફરાબાદના ભાડા ગામના યુવાનને પોલીસે ઢોરમાર મારતાં રોષની લાગણીં

ઉના, તા. ૩૦
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના નિર્દોષ યુવાનને નિવેદન લખાવવા પોલીસ સ્ટેશનને બોલાવી નાગેશ્રી પોલીસએ ઢોરમાર મારતા ગંભીર ઇજા થતાં ઉના સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અંગે જૂનાગઢ દવાખાને ખસેડાયેલ હોવાનું ફરજ પરના તબીબએ જણાવેલ છે.
ભાડાસી ગામે રહેતા અને ટૂંકી ખેતી ધરાવતા કોળી રમેશ કસાભાઇ ડાભી પોતાના પત્ની અને ત્રણ સંતાનો સાથે ખેતી વ્યવસાય કરી ગુજરાન ચલાવતા હોય ગત સાંજના સમયે નાગેશ્રી પોલીસમાં કોઇ ગુના સંદર્ભે શંકા આધારે નામ આવતા આ બાબતે નિવેદન લખાવવા બહાના હેઠળ આ યુવાનને પોલીસે બોલાવી માથા તેમજ શરીરના ભાગે ઢોર માર મારતા ગંભીર ઇજા થતા તેની સામાન્ય સારવાર કરાવી છોડી દેવાતા અને તેની હાલત ગંભીર થતાં તેના પરીવારજનો અને ગામના સરપંચ આગેવાનો સારવાર અર્થે ઉના સરકારી દવાખાને લાવતા કોળી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયેલ છે અને આ બાબતે જૂનાગઢ જિલ્લા આઇ.જી સુધી આ ઘટનાની ફરિયાદ થવા પામેલ છે. હાલ યુવાનને વધુ સારવારમાં જૂનાગઢ ખસેડાતા સારવાર બાદ પોલીસ વિરૂદ્ધ ગુના નોંધાશે તેવી હકીકત જાણવા મળે છે. આ અંગે નાગેશ્રી પોલીસ અધિકારી પટેલનો સંપર્ક કરાતા પોતે આવી ઘટના બની ન હોવાનું જણાવી હકીકતનો ઇન્કાર કર્યો હતો અને ગુનાની તપાસ બંધ કરાવવા આવા નાટક કર્યા હોવાનું જણાવી હકીકત આપવા ઇન્કાર કરેલ છે. ભાડા ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર ભાડા ગામની કોઇ બાળા પર રેપની ઘટના બનેલી અને તેમાં સંડોવાયેલા શખ્સો પોતાની ઘર વખરી છોડી નાસી ગયેલા અને માલસામાન ગામ લોકોએ ઉપાડી નાખી દેવાયેલ આ માલસામાન બાબતે ૧૪ જેટલા શખ્સોના નામ શંકા આધારે આપેલ તેમાં વારાફરતી શંકાસ્પદ લોકોને પોલીસ સ્ટેશનએ બોલાવી પૂછપરછ કરી છોડી દેવાના હોય જેમાં રમેશ કુશા ડાભીને પણ બોલાવેલ અને તેને ઢોરમાર મારેલ હોવાનું હાલ આગેવાનોએ જણાવેલ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks