(દિલ્હી હિંસાનું સત્ય – ભાગ-૨)
હિંદુ એકતા કથાનો ઉપયોગ જનતાને એકત્રીત કરવાનો આ માર્ગ હિંસાના પહેલા દિવસે અટક્યો ન હતો. બીજેવાયએમ સ્ટેટ એક્ઝિક્યુટિવ મોહિત કૌશિક, જે તે સમયે યુવા પાંખના ઘોંડા વિધાનસભાના પ્રભારી હતા, તેમણે ૨૪ ફેબ્રુઆરીના રોજ મૌજપુર ચોકથી ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. કૌશિકે કહ્યું હતું કે, હું બધી માતાઓ, બહેનો અને અમારા ભાઈઓને અપીલ કરું છું કે તેઓ અહીં બહાર આવે અને પોતાનો ટેકો બતાવે. તેમણે ટોળું બતાવવા માટે તેના કેમેરામાં દ્રશ્યો દર્શાવ્યા હતા, જેમાં અનેક મહિલાઓ પણ સામેલ હતી, બધાએ “જય શ્રી રામ!”ના સૂત્રો પોકાર્યા હતા. તે દિવસે તેમણે તેના પેજ પર પણ પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે “હું આખી દિલ્હી વિશે જાણતો નથી, પરંતુ મૌજપુરના હિન્દુઓ જાગૃત થઈ ગયા છે. જય શ્રી રામ,” બીજા દિવસે, તેમણે ફેસબુક પર એક લાંબો ટેક્સ્ટ સંદેશ પોસ્ટ કર્યો હતો, “હું સનાતન ધર્મના બધા દેશભક્તો અને ભક્તોને રૂઢિવાદી બ્રાહ્મણવાદ માટે અપીલ કરું છું, આજે ફક્ત મૌજપુરના લોકો માટે મુશ્કેલ સમય નથી, તે તમારી પણ પરીક્ષાનો સમય છે.”
મુસ્લિમો પર “સીએએ વિરુદ્ધ વિરોધ દર્શાવતા ચોક્કસ સમુદાયના લોકો” – અને તોડફોડ અને આગ લગાડવામાં ભાગ લીધો હોવાનો આક્ષેપ કર્યા પછી, કૌશિકે પોતાના વાચકોને શેરીઓમાં જવા અને બદલો લેવાની હાકલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “તમારી જાતને એકત્રીત કરો અને તમારા પરિવારોને બચાવવા માટે યોગ્ય જવાબ આપો.” “તમારે જાતે બહાર જવું જોઈએ અને તમારા પરિચિતોને ભેગા કરવા જોઈએ. તે મને મદદ કરવા માટે ન કરો, પરંતુ તમારા દેશ માટે, તમારા પરિવાર માટે કરો. જય હિન્દ, જય ભારત!”
મેં કૌશિકને આ પોસ્ટ વિશે પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે આખી પરિસ્થિતિએ તેને “વ્યક્તિગત” સ્તરે અસર કરી હતી. તેણે કહ્યું હતું કે, મારા મામાના ઘર ઉપર હુમલો થયો હતો, તેના ઘરમાં તેના બાળકો છે. તેથી તે એક વ્યક્તિગત મુદ્દો બની ગયો હતો. તેણે કહ્યું કે તેના મામા દિલ્હી પોલીસમાં હતા. પરંતુ તેણે એવું કહ્યું હતું કે તે મૌજપુર જઇને ભીડને ઉશ્કેરવા માટે નથી ગયો. કૌશિકે મને કહ્યું કે તે ૨૪ ફેબ્રુઆરીના રોજ મૌજપુર ચોકમાં આવેલા એક મંદિરમાં હિન્દુ દેવતાની પુજા માટે સોળમી સદીની સ્તુતિ – હનુમાન ચાલીસા કાર્યક્રમમાં ભાગ લેવા મૌજપુર ગયો હતો. (અનેક જીવંત પ્રસારણમાં એ જોવામાં આવે છે કે પાછલા દિવસે પણ, એક નાનું જૂથ તે મંદિરમાંથી વીડિયોઝ પ્રસારિત કરી રહ્યું હતું, જેમાં હિન્દુઓને તેમાં જોડાવાનું કહેતા હતા.) જ્યારે મેં પૂછ્યું કે જો તે ખાલી કોઈ ધાર્મિક સમારોહમાં ભાગ લઈ રહ્યો હોય તો તે સ્થાનિક હિન્દુઓને મૌજપુર આવવા કેમ આગ્રહ કરી રહ્યો છે, તો તેને મારા આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. હનુમાન ચાલીસાના કાર્યક્રમમાં વીડિયો પ્રસારિત કરનાર કૌશિક એકલો જ ન હતો – પોતાને હિન્દુવાદી તરીકે ઓળખાવી ચૂકેલી અંજલિ વર્મા ત્યાંથી પણ ફેસબુક પર લાઇવ થઈ હતી. ૨૪ ફેબ્રુઆરી, સવારે ૧૦:૦૬ વાગ્યે, અંજલિએ મંદિરની સામે પુરુષો અને સ્ત્રીઓના નાના જૂથની વચ્ચે બેઠેલી જોવા મળી હતી, અને તે મૌજપુરથી લાઈવ પ્રસારણ કરી રહી હતી, કારણ કે વક્તાઓએ પાછળથી હનુમાન ચાલીસાની શરૂઆત કરી હતી. ત્યારે તેણીએ કહ્યું હતું કે, હવે એવું લાગે છે કે હિન્દુ જાગી ગયો છે. તેથી હું ઇચ્છું છું કે લોકો સીએએના સમર્થનમાં મોટી સંખ્યામાં બહાર આવે. જાફરાબાદમાં બેઠેલી મુસ્લિમ મહિલાઓને પીછો કરવા માટે અમે અહીં બેઠા છીએ. જ્યાં સુધી અમે તેમને દૂર ન કરીએ ત્યાં સુધી અમે આ સ્થાન છોડીશું નહીં.” ઉલ્લેખનીય છે અંજલિનો આ વિડિયો ૨,૬૫,૦૦૦ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. એ પછીના દિવસે, તેણીએ ફેસબુક પોસ્ટ કરીને કહ્યું હતું કે, “ગૃહ યુદ્ધની તૈયારી કરો, તો જ માથા પર ટોપી પહેરીને ફરતા મુસ્લિમોને પાઠ શીખવી શકીશું” હનુમાન ચાલીસા સમાપ્ત થતાં જ લાઉડ સ્પીકર્સ પર “જય શ્રી રામ, વંદે માતરમ” જેવા સૂત્રોચ્ચારના અવાજ આવ્યા હતા અને બહાર બેઠેલા લોકોએ તેની સાથે પુનરાવર્તન કરીને જવાબ આપ્યો હતો. અંજલિએ તેના દર્શકોને કહ્યું હતું કે, “હવે સમય આવી ગયો છે કે હિન્દુઓ માટે આપણે આપણી એકતા બતાવવી જ પડશે.”
અંજલિ ૨૩ ફેબ્રુઆરીથી મૌજપુર ચોક પર રાગિની તિવારી સહિતના પુરુષો અને સ્ત્રીઓના જૂથ સાથે બેઠી હતી. જેનું તેણીએ ફેસબુક પ્રસારણ કર્યું હતું અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ દિવસે ફેબ્રુઆરીએ વહેલી સવારે અંજલિ ડઝન જેટલા માણસોના ટોળાને દોરીને લાઇવ થઈ હતી, જેઓ કહેતા હતા કે “મોદીજી, તેમને લાકડીઓ વડે માર મારો, અમે તમારી સાથે છીએ; જો જરૂર હોય તો અમને હાકલ કરો, અમે તમારી સાથે છીએ. તિવારીએ આ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું કે – જો તમે ભારતમાં રહેવા માંગતા હો, તો તમારે જય શ્રી રામનો જાપ કરવો પડશે. ત્યારબાદ અંજલિએ તેના દર્શકોને કહ્યું કે, “અમે આખી રાત મૌજપુરમાં રહ્યા છીએ. અમે અહીથી જઈશું નહીં. હું બધા હિન્દુ ભાઈઓને અહીં પહોંચવા માટે આમંત્રણ આપી રહી છું. આજે ખૂબ જ મોટો તાંડવ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રસારણ સમાપ્ત કરતા પહેલા, તેણીએ ઉમેર્યું હતું કે, “હવે જ્યારે હિન્દુ જાગૃત થઈ ગયો છે, તો આપણે પીછેહઠ કરીશું નહીં. આપણે અહી પાકિસ્તાન બનવા દેશું નહીં.” આ વીડિયોને ૪૯,૦૦૦થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો.
આંતરિક રીતે હિન્દુ એકતાના આહવાન સાથે જોડાયેલા લોકોએ, હિન્દુત્વના નારા “હિન્દુઓ જોખમમાં છે” એવું આ બ્રોડકાસ્ટ્સની તપાસથી બહાર આવ્યું છે અને મૌજપુર ખાતે હિન્દુઓને એકત્રીકરણ કરવામાં આ નારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના પ્રસારણને યોગ્ય ઠેરવવા અંજલિએ મને કહ્યું, “હિન્દુ ધર્મ જોખમમાં છે તે અંગે કોઈ શંકા નથી. તમારે પણ આ વાત જાણવી જોઈએ.” તેમણે ભારતની લગભગ ૮૦ ટકા હિંદુ વસ્તીને જોખમમાં મૂકતા મુસ્લિમોની વસ્તીમાં થયેલા વ્યાપક વધારાની કલ્પનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ કહ્યું કે “જો મુસ્લિમોની વસ્તી વધશે, તો હિન્દુઓ દેખીતી રીતે જોખમમાં મુકાશે,” અંજલિએ કહ્યું કે “જો વસ્તી નિયંત્રણનો કાયદો લાવવામાં આવશે, તો જેની વસ્તી વધી રહી છે, તે આપમેળે ઘટી જશે … તેથી હિન્દુઓ ધીરે ધીરે જાગશે.” તેણે કહ્યું કે મુસ્લિમો વિરુદ્ધ ગૃહયુદ્ધની હાકલ કરતા સંદેશ પોસ્ટ કરવાનું તેણીને યાદ નથી.
રાવલ પણ એવું માને છે કે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનથી હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે, અને તેણે સૂચન કર્યું હતું કે મુસ્લિમ બહુમતી પાડોશીઓના અસ્તિત્વથી જ હિન્દુઓ જોખમમાં આવી ગયા છે. તેણે મને કહ્યું કે “જુઓ, દેખીતી રીતે જ હાલમાં હિન્દુઓ જોખમમાં છે,” હકીકતમાં “ચારે બાજુથી, અમારું ગામ મૌજપુરની વચ્ચે અટવાયું છે – મારો કહેવાનો અર્થ એ છે કે “આમાં, અમારી બહેનો અને પુત્રીઓ પણ જોખમમાં છે.” રાવલ દ્વારા કરવામાં આવેલ જીવંત પ્રસારણ જે ૨૩ ફેબ્રુઆરીના રોજ, મૌજપુર ચોકથી કરવામાં આવેલ હતો તેમાં તેણે સંકેત આપ્યો હતો કે હિન્દુ મહિલાઓને આપવામાં આવતી ધમકી અંગે તેનો જવાબ મુસ્લિમ મહિલાઓ પર બળાત્કારની ગર્ભિત, પરંતુ હિંસક અને ગ્રાફિક ધમકીઓ આપવાનો હતો. તેના દ્વારા, તેમણે “આઝાદી” અથવા સ્વતંત્રતાના જાપની પણ મજાક ઉડાવી હતી, જે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનમાં લોકપ્રિય હતી. ટોળા સાથે મળીને રાવલે તેના પ્રસારણ દરમિયાન અનેકવાર ગાળો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાવલે ફેસબુક પર આ દ્રશ્ય પ્રસારિત કર્યું હતું અને હિંસક, અપશબ્દો બોલીને હિન્દુઓને ઉશ્કેર્યા હતા. અને દરેક સમયે બૂમ પાડતા આ ટોળામાં વધુ અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા.
રાવલે સીએએનો વિરોધ કરનારા લોકો પર શાહીન બાગ ખાતે ચક્કા જામની નકલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને અપમાનજનક મંત્રોચ્ચારનો બચાવ કર્યો હતો. “ચક્કર ક્યા હૈ, યે જો ઇન્હો ને શાહીન બાગ મેં કિયા થા, વહી યે યહાં કરના ચાહ રહે હૈ” – (વાત એ છે કે, તેઓએ શાહીન બાગમાં જે કર્યું છે, આ લોકો અહી તેનું પુનરાવર્તન કરવા માંગતા હતા) – રાવલે મને કહ્યું કે. “મતલબ સમજ રહે હો ના આપ ? આપ ભી સમાજદાર હોગે. તો ઇસમે જો હમારી સ્થાનિક કી જનતા હૈ, યાર હમારી સંખ્યા હૈ, યાર હમારા સમાજ હૈ, યા જો ભી હૈ, ઉસકો પરેશાની હૈ. “(મારો અર્થ શું છે તે તમે સમજી ગયા છો, બરાબર? તમારે સમજદાર પણ બનવું જ જોઇએ. તેથી, આને લીધે, અમારા સ્થાનિક લોકો, આપણી સંખ્યા, આપણો સમુદાય, તેઓ જે પણ છે, તેમની આ સમસ્યા છે.)
અન્ય એક હિન્દુ નેતાએ એમ પણ કહ્યું હતું કે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનથી કોઈક રીતે સ્થાનિક હિન્દુ જનતાને ધમકી છે. અંજલિના પ્રસારણમાંની એક મહિલા જાહન્વી દિવ્યસિંહે મને કહ્યું હતું કે સીએએ વિરોધીઓએ હિન્દુઓના અસ્તિત્વને “ધમકી આપી હતી” અને તે “તે સહન કરી શકે તેમ નથી.” ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યે જીવંત પ્રસારણ દરમિયાન, તેણે અંજલિના દર્શકોને હાકલ કરી, “હું અહી એ પૂછવા માંગુ છું કે ફેસબુક પર ઘણા હિન્દુ સિંહો છે – તેઓ ક્યાં છે ? આજે હિન્દુ મહિલાઓ કહેતી હતી કે આપણે ખભાથી ખભા મિલાવીને કામ કરીએ છીએ, પરંતુ હવે અહી કોઈ નથી. અમે અહીં માત્ર ચાર મહિલાઓ જ હાજર છીએ.”
સિંઘ એ રાજપૂત સમુદાયના નેતા છે અને તેમણે મને ગર્વ સાથે કહ્યું કે તે સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ-હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી દ્વારા સ્થાપિત સંસ્થાના સભ્ય છે. એચઆરએએ એક રાજપૂત જૂથ છે જે હવે ચંદ્રશેખરના પૌત્ર અમિત આઝાદ ચલાવે છે. (આ જૂથને મૂળરૂપે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન કહેવામાં આવતું હતું, અને ૧૯૨૦ના અંતમાં તેનું નામ બદલીને તેના આદર્શોને પ્રતિબિંબિત કરવા માટે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન રાખવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈનના અહેવાલ મુજબ આ સંગઠને ૧૯૨૫માં “ધ રિવોલ્યુશનરી” નામનો એક ઢંઢેરો પ્રકાશિત કર્યો હતો, જેમાં તેમણે “ધર્મનિરપેક્ષતા અને ક્રાંતિ પ્રત્યેની તેમની કટિબદ્ધતા જાહેર કરી હતી.” ફ્રન્ટલાઈને નોંધ્યું હતું કે આ ઢંઢેરો ત્યારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો જ્યારે હિન્દુ કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભાના રૂપમાં પોતાને એકીકૃત કરી રહ્યો હતો. અમિતની આગેવાની હેઠળ, જેમણે સીએએ વિરોધી લોકોને “હુલ્લડખોરો,” ગણાવ્યા હતા)
સિંહ ભારપૂર્વક કહેતા હતા કે તે સમયે હિન્દુઓ ભયમાં હતા. તેમણે કહ્યું કે “ખરેખર, ત્યાં એક ભય હતો,” તેમણે મને કહ્યું કે “જ્યારે સતત એવા સૂત્રોચ્ચાર થાય છે કે – ‘હિન્દુઓ, દિલ્હી ખાલી કરો!’; ‘દિલ્હી બનશે પાકિસ્તાન’; અને ‘હિન્દુસ્તાન બનશે પાકિસ્તાન’ – તો પછી તે બીજું શું હોઇ શકે ? જ્યારે મેં તેઓને કહ્યું કે હિન્દુઓએ અપશબ્દો સાથે અને ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આવો કોઈ પુરાવો નથી અને તેના બદલે, તેઓએ તિરસ્કાર સાથે મને જવાબ આપ્યો કે, હું મારી જાતે આના વિશે સંશોધન કરું. જ્યારે તમે મારા વિશે ઘણી વસ્તુઓ શોધી કાઢી છે, ત્યારે તમે આ પણ શોધી શકશો.”
હકીકતમાં, ભાજપના નેતાઓ જેવા કે તેના સોશિયલ મીડિયા હેડ, અમિત માલવીયા અને તેના દિલ્હીના પ્રવક્તા, તાજિંદર બગ્ગા, આવા નારાઓ વિશે ખોટી માહિતી ફેલાવી ચૂક્યા હતા, અને સમાચાર સંસ્થાઓ દ્વારા તાત્કાલિક તેનું તથ્ય તપાસવામાં આવ્યું હતું. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ, માલવીયા અને બગ્ગાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનાં ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કથિત રીતે એવું કહેવામાં આવ્યું હતું કે “હિન્દુત્વની કબર ખોદવામાં આવશે – પરંતુ માલવીયાએ તેને ખોટી રીતે કેપ્શન આપતા કહ્યું હતું કે, મુસ્લિમ વિદ્યાર્થીઓ હિન્દુઓને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. બગ્ગાએ આ વીડિયોને એક સંદેશ સાથે શેર કર્યો હતો કે આ સૂત્રોચ્ચાર “હિન્દુઓના વંશીય સફાયા માટેનો સ્પષ્ટ કોલ” છે. દિલ્હીની હિંસાના એક વર્ષ બાદ, કોઈ સીએએ વિરોધી વિરોધ સ્થળોએ હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. દિલ્હી, કાનપુર અને બીજનેરમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગેના બે મહિનાના અહેવાલ દરમિયાન મેં ક્યારેય આવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા એવું જોયું નથી. પરંતુ સિંઘે પોતાના “ગોલી મારો સાલો કો”ના નારાને પણ ન્યાયી ઠેરવ્યો હતો જેમાં સીએએ વિરોધી વિરોધીઓ પર ગોળી ચલાવવાની હાકલ કરવામાં આવી હતી. તેમણે મને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, “તો તમે મને એક વાત કહો કે, તો આપણે શું કહેવું જોઈએ, શું આવા દેશના રક્ષકોને ભારત રત્નથી નવાજવા જોઈએ ? સિંહે મને કહ્યું હતું કે તેઓ સીએએ વિરોધી લોકોને “આ દેશના કાયદાકીય નાગરિકો” તરીકે માનતા નથી. તે માને છે કે તેઓ “આ દેશમાં આગ લગાડવા અને ભાગલા કરવા માંગતા તમામ ગેરકાયદેસર વસાહતીઓ છે.” (સમાપ્ત)
(સૌ. : કારવાં મેગેઝિન)