RSS/ભાજપના નવા ‘દેશભક્ત’ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી અંગેની ૬ સત્યતાઓ

ઘટસ્ફોટ -શમ્સુલ ઈસ્લામ

જ્યારે જુલાઈ ૧૯૪રમાં ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે ઓગસ્ટ ૮થી અંગ્રેજો ભારત છોડો આંદોલનનું આહ્‌વાન કર્યું ત્યારે મુખરજી બંગાળની મુસ્લિમ લીગના નેતૃત્વવાળી સરકાર, જેમાં હિન્દુ મહાસભા પણ સામેલ હતા. તેના નાણામંત્રી હતા અને સાથે નાયબ મુખ્યમંત્રી પણ. આ આંદોલનની ઘોષણાની સાથે જ કોંગ્રેસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. કોંગ્રેસના તમામ મોટા નેતા જેમાં ગાંધીજી, નહેરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ જેવા સામેલ હતા. તેમને બંધક બનાવી લેવામાં આવ્યા. આખો દેશ એક જેલમાં તબદીલ થઈ ગયો અને હજારો લોકો આ જુલમમાં પોલીસ અને સેનાની ગોળીઓથી વિંધાઈ ગયા કે તેઓ તિરંગા ઝંડાના લહેરાતા સાર્વજનિક સ્થળોથી પસાર થવા માંગતા હતા.

ઇજીજી/બીજેપીએ હંમણા પોતાના અવ્વલ નંબરને દેશભક્ત ‘વીર સાવરકર’ની સ્તુતિ ઘણી હદ સુધી ઓછી કરી નાખી છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આ ‘વીર’ની અસલી વાર્તા દુનિયાની સામે આવી ગઈ છે. હિન્દુત્વના આ ‘વીર’એ અંગ્રેજ શાસનને એક વખત નહીં પરંતુ પાંચ વખત (૧૯૧૧, ૧૯૧૩, ૧૯૧૪, ૧૯૧૮, ૧૯ર૦માં) મુકત થવા માટે માફીપત્ર લખ્યું જેમાં મેં મારી ક્રાંતિકારી ઈતિહાસ માટે માફી માગી અને આગળ અંગ્રેજ રાજને વફાદાર બની રહેવા માટે આશ્વાસન પણ આપ્યું. અંગ્રેજી હકૂમતે આ વીરના માફીનામાને સ્વીકારતા પ૦ વર્ષની કેદમાંથી ૩૭ વર્ષનો ઘટાડો કરી દીધો.
હિન્દુત્વ ટોળકીના નવા ‘દેશભક્ત’ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી (૧૯૦૧-૧૯પ૩) છે. તેઓ સ્વતંત્રતા -પૂર્વ હિન્દુ મહાસભામાં સાવરકર પછી સૌથી મહત્ત્વના નેતા હતા અને તેઓ માનતા હતા કે હિન્દુસ્તાન માત્ર હિન્દુઓ માટે છે. તેઓ ૧૯૪૪માં હિન્દુ-મહાસભાના પ્રમુખ પણ રહ્યા. આઝાદી બાદ તેઓ દેશના પહેલા કેન્દ્રીય મંત્રી મંડળ, જેના પ્રમુખ જવાહરલાલ નહેરુ હતા,માં ઉદ્યોગ અને રસાયણમંત્રી હતા. તેઓએ એપ્રિલ ૧૯પ૦માં નહેરુથી પાકિસ્તાન સાથે ક્યા પ્રકારના સંબંધ છે પર વિરોધ થવાને કારણે રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે ઇજીજીનો હાથ પકડી લીધો હતો અને એમના આદેશ પર ઇજીજીના એક રાજકીય અંગ, ભારતીય જનસંઘની સ્થાપના કરી અને એ પહેલા અધ્યક્ષ પણ બન્યા. એમનું મૃત્યુ ર૩ જૂન ૧૯પ૩માં શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની એક જેલમાં થયું જ્યાં તેમણે આ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધનો આદેશ હોવા છતાં પ્રવેશ થવા માટે ધરપકડ કરીને રાખવામાં આવ્યા હતા.
ર૦૧પ સુધી એમના મૃત્યુના દિવસને ‘કલમ ૩૭૦ સમાપ્ત કરો’ દિવસ અને ‘કાશ્મીર બચાવો દિવસ’ના રૂપમાં મનાવવામાં આવતો હતો પરંતુ આ વર્ષ (ર૦૧૬માં) એમનો દરજ્જો વધારીને એમને દેશના ‘એક નિસ્વાર્થ દેશભક્ત’ ઘોષિત કરવામાં આવ્યા. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી કેટલા મહાન નિઃસ્વાર્થ દેશભક્ત હતા એ પરખવા માટે આપણે નીચેના સત્યો પર વિચાર કરવો પડશે.
(૧) શ્યામાપ્રસાદ મુખરજીએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો એનું કોઈ પ્રમાણ નથી. જો દેશભક્ત હોવાનો અર્થ છે કે કોઈએ અંગ્રેજ શાસનની વિરૂદ્ધ લડાઈમાં ભાગ લીધો હોય, દમન સહન કર્યું હોય અને કોઈપણ પ્રકારનો ત્યાગ કર્યો હોય તો એ જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ કે મુખરજીએ આઝાદીની લડાઈમાં ક્યારેય અને કોઈપણ પ્રકારથી ભાગ લીધો નથી. ના તો સ્વયં મુખરજીની કલમમાં ના હતો એ સમયના સરકારી-બિનસરકારી દસ્તાવેજો અને ના હિન્દુત્વવાદી સંગઠનોના સમકાલીન દસ્તાવેજમાં એમની આઝાદીના લડાઈમાં ભાગીદારીના કોઈ પુરાવા મળતા નથી. એનાથી વિરૂદ્ધ આઝાદીની લડાઈ વિરુદ્ધ કરવામાં આવેલ એમના અગણિત કારનામાઓના વર્ણન જરૂર મળે છે. આઝાદી પહેલાના દસ્તાવેજ આ સચ્ચાઈને વારંવાર રેખાંકિત કરે છે કે કેવી રીતે આ ‘નિઃસ્વાર્થ દેશભક્તે’ અંગ્રેજોની સેવા કરી અને સંયુક્ત આઝાદીની લડાઈને ધાર્મિક આધાર પર ભાગલા કરવામાં કોઈ કસર છોડી નહીં. તેઓ જીવનભર સાવરકરના શિષ્ય રહ્યા જે મુસ્લિમ લીગની જેમ હિન્દુઓ અને મુસલમાનોને બે અલગ રાષ્ટ્ર માને છે.
(ર) ભારત છોડો આંદોલન ૧૯૪રમાં મુખરજી બંગાળની મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.
જ્યારે જુલાઈ ૧૯૪રમાં ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે ઓગસ્ટ ૮થી અંગ્રેજો ભારત છોડો આંદોલનનું આહ્‌વાન કર્યું ત્યારે મુખરજી બંગાળની મુસ્લિમ લીગના નેતૃત્વવાળી સરકાર, જેમાં હિન્દુ મહાસભા પણ સામેલ હતા. તેના નાણામંત્રી હતા અને સાથે નાયબ મુખ્યમંત્રી પણ. આ આંદોલનની ઘોષણાની સાથે જ કોંગ્રેસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. કોંગ્રેસના તમામ મોટા નેતા જેમાં ગાંધીજી, નહેરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ જેવા સામેલ હતા. તેમને બંધક બનાવી લેવામાં આવ્યા. આખો દેશ એક જેલમાં તબદીલ થઈ ગયો અને હજારો લોકો આ જુલમમાં પોલીસ અને સેનાની ગોળીઓથી વિંધાઈ ગયા કે તેઓ તિરંગા ઝંડાના લહેરાતા સાર્વજનિક સ્થળોથી પસાર થવા માંગતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનો જેમ કે હિન્દુ મહાસભા અને ઇજીજી અને મુસ્લિમ રાષ્ટ્રવાદી સંગઠન, મુસ્લિમ લીગ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલ ભારત છોડો આંદોલનનો વિરોધ ના કર્યો પરંતુ એને કચડી નાખવા માટે અંગ્રેજ શાસકોને દરેક પ્રકારની મદદ કરવાનો નિર્ણય લીધો જ્યારે દેશમાં કોઈપણ પ્રકારની રાજકીય ગતિવિધિ પર પ્રતિબંધ હતો. એ સમયે હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગને એક સાથે મળીને બંગાળ, સિંધ અને એનડબ્લ્યુએફપીમાં સંયુક્ત સરકારો ચલાવવાની મંજૂરી આપવામાં આવી. અંગ્રેજોના દમનકારી વિદેશી રાજને બનાવી રાખવામાં સહાયતા માટે આ શરમજનક ગઠબંધનને મહામંડિત કરતા હિન્દુ મહાસભાના અધ્યક્ષ સાવરકરે ૧૯૪રના હિન્દુ મહાસભાના કાનપુર અધિવેશનને સંબોધિત કરતા જણાવ્યું :
વ્યવહારિક રાજનીતિમાં પણ હિન્દુ મહાસભા જાણે છે કે આપણે બુદ્ધિસંમત સમજૂતી દ્વારા આગળ વધવું જોઈએ. હાલમાં જ સિંધની સચ્ચાઈને જુઓ, અહીં સિંધ હિન્દુ મહાસભાએ નિમંત્રણ પછી મુસ્લિમ લીગની સાથે હળીમળીને સરકાર ચલાવવાની જવાબદારી લીધી. બંગાળનું ઉદાહરણ પણ બધાને ખબર છે.
(૩) બંગાળના નાયબ મુખ્યમંત્રી રહેતા મુખરજીએ અંગ્રેજ ગવર્નરને ચિઠ્ઠી દ્વારા ભારત છોડો આંદોલનને કચડવા માટે દરેક પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું.
મુખરજીએ એક શરમજનક કામ કરતા બંગાળના અંગ્રેજ ગવર્નરને જુલાઈ ર૬, ૧૯૪રમાં એક સરકારી પત્ર દ્વારા દેશભરમાં ચાલી રહેલ આંદોલનને ચાલુ થતાં પહેલા જ કચડી નાખવાનું આહવાન કરતા લખ્યું :
‘‘હવે મને આ સ્થિતિના વિષયમાં વાત કરવી છે જે કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલ વ્યાપક આંદોલનના મધ્યેનજર ઉત્પન્ન થશે. યુદ્ધ (બીજું વિશ્વયુદ્ધ)ના દિવસોમાં જે પણ લોકોની ભાવનાઓ ભડકાવવાનીકોશિશ કરશે જેનાથી મોટા પાયા પર રમખાણો અથવા અસુરક્ષા ફેલાય એને દરેક સ્થિતિમાં સત્તાધારી સરકાર દ્વારા પ્રતિકાર કરવો જ પડશે.’’
(૪) મુખરજીએ ભારત છોડો આંદોલનને કચડવાને યોગ્ય ઠરાવ્યું અને અંગ્રેજ શાસકોને દેશના મુક્તિદાતા ગણાવ્યા.
મુખરજીએ બંગાળની મુસ્લિમ લીગ-હિન્દુ મહાસભા સાઝા સરકારની તરફથી બંગાળના અંગ્રેજ ગવર્નરને લખેલ ચિઠ્ઠીમાં અંગ્રેજી હકૂમતને પ્રાંતના મુક્તિદાતા બતાવવા એને ભારત છોડો આંદોલનને કચડવા માટે ઘણા પગલાં પણ બતાવ્યા.
પ્રશ્ન એ છે કે બંગાળમાં ભારત છોડો આંદોલનથી કેવી રીતે નિપટાવી શકાય ? રાજ્યનું શાસન આ પ્રકારે ચલાવવાની કોંગ્રેસની દરેક કોશિશો છતાં આ આંદોલન બંગાળમાં પગ જમાવવામાં સફળ ના થઈ શક્યા. અમારા માટે ખાસ કરીને ઉત્તરદાયી મંત્રીઓ માટે પ્રજાને એ સમજાવવું શક્ય હોવું જોઈએ કે આઝાદી જેના માટે કોંગ્રેસે આંદોલન કર્યું છે તે પહેલાથી જ જન પ્રતિનિધિઓને પ્રાપ્ત છે. કેટલીક બાબતોમાં કટોકટીની સ્થિતિના કારણથી એ સીમિત થઈ શકે છે. ભારતીયોએ અંગ્રેજો પર ભરોસો કરવો જોઈએ, બ્રિટનના માટે નહીં, એટલા માટે નહીં કે એનાથી બ્રિટનને થોડો ફાયદો થશે, પરંતુ પ્રાંતની આઝાદી અને સુરક્ષાને બનાવી રાખવા માટે.
(પ) હિન્દુ મહાસભાના પ્રમુખ નેતાના નાતે મુખરજીએ એ સમયે અંગ્રેજી સેના માટે દેશભરમાં ‘ભરતી કેમ્પ’ લગાવ્યો જ્યારે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ સેના દ્વારા દેશને આઝાદ કરાવવા ઈચ્છતા હતા.
એક બાજુ શરમજનક ઘટનાક્રમમાં વીર સાવરકર અને મુખરજીના નેતૃત્વવાળી હિન્દુ મહાસભાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજ સરકારને પૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો. યાદ રહે કે કોંગ્રેસે આ યુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધની સંજ્ઞા આપી હતી અને એ સમય હતો જ્યારે નેતાજી આઝાદ હિન્દ સેના ઊભી કરીને એક સૈનિક અભિયાન દ્વારા દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવા ઈચ્છતા હતા. હિન્દુ મહાસભા લુંટારા અંગ્રેજ શાસકોની કેટલી હદ સુધી મદદ કરવા ઈચ્છતી હતી એનો અંદાજ વીર સાવરકરના નીચે આપેલા આદેશથી લગાવી શકાય છે જે એમણે દેશના હિન્દુઓ માટે જાહેર કર્યા હતા.
જ્યાં ભારતની સુરક્ષાનો સવાલ છે, હિન્દુ સમાજને ભારત સરકાર (અંગ્રેજ સરકાર)ના યુદ્ધ સંબંધી પ્રયાસોમાં સહાનુભૂતિપૂર્ણ સહયોગની ભાવનાથી ચિંતા કર્યા વગર જોડાઈ જવું જોઈએ. જ્યાં સુધી આ હિન્દુ હિતના ફાયદામાં હોય. હિન્દુઓની મોટી સંખ્યામાં જમીની સેના, નૌસેના અને વાયુસેનામાં સામેલ થવું જોઈએ અને બધા યુદ્ધ સરંજામ, દારૂગોળો અને યુદ્ધના સામાન બનાવવાના કારખાનાઓ વગેરેમાં પ્રવેશ કરવો જોઈએ… જાહેર છે કે યુદ્ધમાં જાપાનના ઝંપલાવવાના કારણે આપણે બ્રિટનના શત્રુઓને સીધા નિશાન પર આવી ગયા છે. તેથી અમે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, અમે યુદ્ધના કહેરથી પોતાનું કટુંબ અને ઘરને બચાવવાના છીએ. અને તે ભારતની સુરક્ષાના સરકારી યુદ્ધ પ્રયાસોને તાકાત પહોંચાડીને કરી શકાય છે.
(૬) મુખરજીએ જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ દરજ્જાની ભલામણ કરી હતી.
હિન્દુત્વ ટોળીના દાવાઓને મુખરજીએ જમ્મુ અને કાશ્મીરની વિશેષ ઓળખને સ્વીકારતા હતા. આ સિલસિલામાં વડાપ્રધાન નહેરુ અને એમની વચ્ચે ચિઠ્ઠીપત્રનો એક લાંબો સમય ચાલ્યો હતો. તેમણે નહેરુને ૧૭ ફેબ્રુઆરી ૧૯પ૩ના દિવસે લખેલ પત્રમાં નીચેની માંગ કરી હતી :
બંને પક્ષ એના પર સહમત હોય કે રાજ્યની એકતા બની રહેશે અને સ્વાયત્તતાના સિદ્ધાંત જમ્મુ-લદ્દાખ અને કાશ્મીર પર લાગુ હશે.
(સૌ. : સબરંગ ઈન્ડિયા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts