નવી દિલ્હી, તા.૧૮
વિજયાદશમીના ઉત્સવ પર RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિર માટે કાયદો બનાવવો જોઈએ. ભાગવતના આ નિવેદન પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ કહ્યું કે ૪ રાજયોમાં અને જલ્દી લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યાંરે હિન્દુઓની ભાવનાઓ અને ભગવાન રામ યાદ આવ્યા. આત્યારે સુધી કેમ ચુપ હતા ?
પ્રવીણ તોગડિયીએ કહ્યું કે ૧૯૮૯માં BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદમાં પૂર્ણ બહુમતમાં સરકાર આવશે ત્યારે કાયદો બનાવીને ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ વાયદાના વિશ્વાસમાં સેંકડો હિન્દુઓએ પ્રાણ આપ્યા, હજારો જેલમાં ગયા. અને હવે જયારે કેન્દ્રમાં પૂર્ણ બહુમતની સરકાર આવી, ત્યારે ૪.૫ વર્ષોથી રામભક્તોની અવાજ દબાવવામાં આવે છે. તોગડિયાએ અલ્ટીમેટમ આપ્યું કે ૨૧ ઓક્ટોબરના પહેલા કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિર પર અધ્યાદેશ લાવીને સંસદનું વિશેષ સત્ર બોલાવીને કાયદો બનાવે.
ઉલ્લેખનીય છે કે RSS પ્રમુખ મોહન ભાગવત કહ્યું હતું કે રામમંદિરનું નિર્માણ કાયદો બનાવીને કરવામાં આવે.