Gujarat

રૂબેલા રસી, ઓરી, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક તથા તબીબી માહિતી બુકનું વિતરણ કરાયું

ધોરાજી, તા. ર૧
ધોરાજીમાં “યા મૌલા અલી ગ્રુપ” દ્વારા જાહેર કાર્યક્રમ યોજાયો જેમાં ઓરી રૂબેલા રસી વિશે માહિતી, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, તબીબી માહિતી બુકનું વિતરણ કરાયું હતું.
ધોરાજીમાં હંમેશાં સમાજ સેવા માટે જરૂરીયાત મંદોની પડખે ઊભો રહતો ગ્રુપ એટલે “યા મૌલા અલી ગ્રુપ” જે કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વગર માનવ કલ્યાણનું કામગીરી કરી પુણ્યનું ભાથું આ ગ્રુપના આગેવાનો બાંધી રહ્યા છે. આજરોજ બાવાગોરના મેદાન ખાતે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓરી રૂબેલા રસી વિશે માહિતી તબીબ વ્યવસાય સાથે સંકળાયેલા અધિકારીઓએ આપી હતી. લોકોમાં આ રસી વિશે જે ગેરસમજ દૂર કરવા માટે સમજણ આપી હતી. જેમ કે, આ રસીથી શરીરમાં નુકસાન નથી થતું ખાસ તો આ રસી અપાવી ફરજીયાત નથી જે વાલીઓને પોતાના સંતાનોને અપાવવી હોય તે અપાવી શકે છે. આ માટે કોઈ પણ જાતના દબાણ કરવામાં નહીં આવે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સામાન્ય લોકોને સરકાર દ્વારા મળતી તબીબી સહાય વિના મૂલ્યે મળે છે તેની માહિતી મળી રહે તેવા ઉમદા ઉદેશ સાથે વિના મૂલ્યે તબીબી માહિતી બુક વિતરણ કરવામાં આવેલ હતી.ગરીબ વિદ્યાર્થી ઓ ને શીક્ષણ મેળવે છે. તેમને મદદ થવાના આશય સાથે ગરીબ વિદ્યાર્થી ઓ ને નોટબુક વિતરણ કરવામાં આવેલ હતું .આ તકે યા મૌલા અલી ગૃપ ના સર્વેસર્વા સૈયદ રફીકબાપુ કેરમવાળા (નગર સેવક), રાજકોટ મેડીકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર ઉમેદ પટેલ, મામલતદાર સાહેબ, ડોક્ટર જાવીયા સાહેબ, એડવોકેટ અમીનભાઈ નવીવાલ, સલીમભાઈ પાનવાલા, હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી, ડોક્ટર એહસાન પટેલ, ડોક્ટર ચામડીયા સાહેબ, અફરોઝભાઈ લકકડકુટા, બાસીતભાઈ પાનવાલા, દિપેન ભાઈ દવાવાળા, યુસુફભાઈ નવીવાલ, કાસીમભાઈ ગરાણા, બોદુભાઈ ચૌહાણ, ઝબબાર ભાઈ ગરાણા, સૈયદ શકીલબાપુ શીરાજી, સૈયદ આસીફ બાપુ, સહિતના હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.