ઉના, તા. ર૮
ગીરગઢડા શાળાઓમાં ૨૨૧૯ જેટલા બાળકોને રસી અપાઇ છે. અને તમામ બાળકો સુરક્ષીત હોવાનું ઉના આરોગ્ય બ્લોક હેલ્થ અધિકારી ચુડાસમાએ જણાવેલ છે. બ્લોક હેલ્થ અધિકારીના જણાવ્યા મુજબ આ અભિયાન શરૂ કરતા પહેલા સરકારે શહેરથી ગામડા સુધી ડોક્ટર નર્સિગ સ્ટાફને ટ્રેઇન્ડ કરાયેલ સ્ટાફ દ્રારા રસી અપાયેલ હતી અને હજુ પણ બાકી રહેલા બાળકોને રસીકરણ કરવાની કામગીરી ચાલુ હોય અને સુરક્ષીત રસી મુકવા વાલીઓ સુરક્ષીત રીતે નિશ્ચીત કરાયેલ કેન્દ્ર ઉપર પોતાના બાળકો આ રસી મુકાવા આવી રહ્યા છે. રસીકરણ કરાયા બાદ બાળકોને બે કલાક સુધી જેતે કેન્દ્ર પર ઉભી કરાયેલ સુવીધા હેઠળ રાખવામાં આવેલ છે. ઉના ગુલીસ્તા શાળામાં યોજાયેલ રૂબેલા રસીકરણ કેમ્પમાં બાળાઓએ મેડીકલ ટીમનું સ્વાગ કરી કેમ્પમાં રસીકરણ વખતે શાળાની બાળઓએ સરકારના આ આયોજનને સફળ બનાવવા ટીમ વર્ક બની સેવા આપી અન્ય બાળકોને આ રસી લેવા પ્રેરણા પુરી પાડી રતી.